હાલાકી:સિંધીકુવા(ન), કોલંબા, દમોલી, ખરેડા 14 કિમીનો હાઈવે પહોળો કરવાની માગ

નસવાડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીના સિંધીકુવા, કોલંબા,દમોલી,ખરેડા રોડ પોહળો કરવા ગ્રામજનો રોડ પર ઉભા રહી માંગ કરે છે. - Divya Bhaskar
નસવાડીના સિંધીકુવા, કોલંબા,દમોલી,ખરેડા રોડ પોહળો કરવા ગ્રામજનો રોડ પર ઉભા રહી માંગ કરે છે.

નસવાડી તાલુકાના જીવાદોરી સમાન સિંધીકુવા(ન)થી કોલંબાથી દમોલી, ખરેડા રોડ સ્ટેટ હાઈવે વિભાગનો છે. 14 કિમીની લંબાઈ ધરાવતા આ રોડમા અનેક મોટા ગામ આવે છે. અને રાત દિવસ આ રોડ પર વાહનો દોડે છે. હાલમા રોડની પરિસ્થિતિ ખરાબ છે. 10 વર્ષ પહેલા 3.75ની પોહળાઈમા બનેલ આ રોડની બન્ને બાજુ મોટી માત્રમા જંગલ ઝાડી છે. જ્યારે રોડની પહોળાઈ ઓછી છે. જેને લઈ સામેથી બે મોટા વાહનો આવે તો બન્ને વાહનોને રોડની નીચે ઉતાર્યા બાદ વાહનો પસાર થાય છે. જેને લઈ રોડની વચ્ચે અને આજુબાજુ મોટા ખાડા પડી ગયા છે.

બાઈક સવારો અનેકવાર રોડના ખાડામાં પટકાયા છે. સ્ટેટ આર એન્ડ બીની દેખરેખમા આ રોડ આવતો હોવાથી જ્યારે મંજુર થાય ત્યારે ફક્ત ઉપરના લેયરનું ડામર કામ કરાય છે. અને તે બે ચાર વર્ષે તૂટી જાય છે. વ્યવસ્થિત રોડની ટ્રિટમેન્ટ સાથે રોડ બનાવવા ગ્રામજનોની માંગ છે. સાથે રોડની બન્ને બાજુ પહોળાઈ વધારી રોડ પર બે વાહનો નીકળે તેવી કામગીરી કરવા માંગ ઉઠી છે. બે વાહનો પસાર ન થતા હોવાથી રોડ વચ્ચેથી તૂટવા લાગે છે. ત્યારે સ્ટેટ હાઈવે નવીન બને તે પહેલા રોડની પહોળાઈ અને કાળી માટી રોડમા આવતી હોઇ વ્યવસ્થિત ટ્રિટમેન્ટ કરી કામગીરી કરાય તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...