તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રોજીયા (સીધીકુવા)ના મોટા ફળિયાના બગડેલા હેન્ડપંપને રિપેર કરવા માગ

નસવાડી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોજીયામાં હેન્ડપંપ બગડેલ છે ત્યાં ઉભા રહેલા ગ્રામજનોની તસવીર. - Divya Bhaskar
રોજીયામાં હેન્ડપંપ બગડેલ છે ત્યાં ઉભા રહેલા ગ્રામજનોની તસવીર.
  • હેન્ડપંપ હલાવી 6 માસથી કોઈ રિપેરિંગ કરતું નથીની ફરિયાદ કરી

સરકાર દ્વારા કરોડો રૂપિયા પાણીની સુવિધાઓ માટે ખર્ચ થાય છે. પરંતુ સચોટ વ્યવસ્થિત આયોજન થતું ન હોઈ જેને લઈ ઉનાળાની શરૂઆત થતા જ ગામે ગામ પાણીના પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે નસવાડીના સીધીકુવાના રોજીયા ગામે મોટા ફળીયામાં પાણીની સમસ્યા સર્જાય છે. પાણીની સમસ્યા હલ કરવા એક હેન્ડપંપ બગડી ગયેલ છે. તેનુ ઉપરનું માથું બગડી ગયું છે. છતાંય કોઈ રિપેરિંગ કરતું નથી. ગ્રામ પંચાયતથી લઈ બધાને આ ગ્રામજનોએ રજૂઆત કરી છે. પરતું કોઈ ધ્યાન આપ્યું ન હોય ગામના એક યુવકે એક છોકરીને હેન્ડપંપ હલાવવા ઉભી રાખી અને પાણી સમસ્યા વિશે આપવીતી રજૂ કરી 42 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા થકી વાયરલ કર્યો છે.

આ બાબતે ગ્રામજન અશ્વિનભાઈ સાથે વાત થયા મુજબ પાણી અન્ય હેન્ડપંપથી લાવું પડે છે. અમારા ફળીયામાં ઘરે ઘર નળ નથી, કે પાણી નથી. પશુને સમસ્યા છે. પાણીની સમસ્યા ઉનાળો આવ્યો તો વધી ગઈ છે. સરકાર 14મા નાણાપંચની ગ્રાન્ટ પાણીની સુવિધાઓ માટે આપી છે. છતાંય પાણીના પ્રશ્નો હવે ગામે ગામ ઉભા થશે. ત્યારે નસવાડી ટીડીઓ તાલુકામા એક પાણી સમસ્યા માટે કમિટી બનાવે અને ગામડામા પીવાના પાણીને લઈ શુ પ્રશ્ન છે. ક્યાં ગામમા પાણીના ગંભીર પ્રશ્નો છે. તે રિપોર્ટ મંગાવી પ્રશ્ન હલ કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...