બેદરકારી:કોયારી નજીક રસ્તામાં પડેલ જોખમી વૃક્ષને હટાવવા માગ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નસવાડીના કોયારી ગામ નજીકથી તિલકવાડા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે. જે બ્રાન્ચ કેનાલ પર મસમોટા વૃક્ષો ગમે ત્યારે અકસ્માત સર્જે તેવા થયા છે. કેટલાક વૃક્ષો તો પડું પડું થઈ રહ્યા છે. પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી. જે સ્થળ પરિસ્થિતિ દેખાઈ રહી છે. કોયારી ગામ નજીક કેનાલના રોડ વચ્ચે એક મોટું વૃક્ષ પડ્યું છે જે વૃક્ષ ને હટાવવા માટે કોઈ કામગીરી કરાઈ નથી. વાહન ચાલકો હેરાન થાય છે.

કોઈક વ્યક્તિએ વૃક્ષની આગળની ડાળ કાપીને રસ્તો ચાલુ કર્યો છે. પરંતુ મોટું વૃક્ષ હોય તેનો જે ભાગ છે. તે હમણાં અકસ્માત સર્જે તેવો રોડ વચ્ચે પડ્યો છે. મોટું વૃક્ષ હોય હાલ તેનો અન્ય ભાગ કપાયો ન હોય અને રોડ વચ્ચે કોઈ વ્યક્તિ પસાર થાય તો તેના માથા પર સીધું વાગે તેમ છે. બાઈક સવાર રાતના નીકળે તો ભટકાય તેવું છે. હાલ તો આ વૃક્ષ મશીનરીથી હટે તેવું છે.ત્યારે જોખમી વૃક્ષ હટાવવા નર્મદા નિગમના અધિકારી અથવા નસવાડી ડિઝાસ્ટર વિભાગ ધ્યાન આપે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...