તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નસવાડીમાં પેટ્રોલપંપ આગળ પોલીસ હેલ્મેટને લગતી કામગીરી કરે તેવી માગ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી પોલીસ હેલમેટ ચેકિંગ કરે છે ત્યારે હેલ્મેટ વગરના બાઈક ચાલકો દંડથી બચવા માટે શોર્ટકટ રસ્તેથી જઈ રહ્યા છે. - Divya Bhaskar
નસવાડી પોલીસ હેલમેટ ચેકિંગ કરે છે ત્યારે હેલ્મેટ વગરના બાઈક ચાલકો દંડથી બચવા માટે શોર્ટકટ રસ્તેથી જઈ રહ્યા છે.
  • નસવાડીમાં હાલમાં પોલીસ એસટી ડેપો પાસે ઊભી રહે છે
  • હેલ્મેટ વગરના બાઈક સવારોએ દંડથી બચવા શોર્ટકટ રસ્તો શોધ્યો

નસવાડી પોલીસ દ્વારા હેલ્મેટ પહેરો જીદંગી બચાવો ઝુંબેશ શરૂ કરેલ છે. જેમાં નસવાડી એસ ટી ડેપો પાસે પોલીસ ઉભી રહે છે. જ્યારે પોલીસ જે જગ્યાએ ઉભી રહે છે. ત્યારબાદ રહેણાંક વિસ્તારના કેટલાક મકાન દુકાનો આવેલ છે. તેમજ કંડવા રોડ પાસે પેટ્રોલપંપ આવેલ છે. જે પેટ્રોલપંપ પર નસવાડીના ગ્રામજનો પેટ્રોલ પણ ભરાવે છે. જે આવશ્યક વસ્તુ છે. જ્યારે પોલીસ જે જગ્યાએ ચેકિંગ કરે છે. તેના આગળ પણ એક મોટી સોસાયટી આવેલ હોઇ મોટા ભાગનો સરકારી સ્ટાફ સાથે અન્ય નસવાડીમા વેપાર કરતા ગ્રામજનો છે.

ત્યારે પોલીસ વાહન ચેકિંગ અને હેલ્મેટ ઝૂંબેશ ખરેખર કંડવા પેટ્રોલપંપ આગણ શરૂ કરે તેવી માંગ ઉઠી છે. તેમજ નસવાડી પોલીસ જે જગ્યાએ હેલ્મેટ ઝૂંબેશ શરૂ કરેલ છે. તેની આગળ એક સોસાયટીનો રસ્તો પડતો હોઇ હેલમેટ વગર આવતા બાઈક સવારો હવે પોલીસ રોકે છે ની ખબર પડતાં શોર્ટકટ રસ્તો આપનાવાનું ચાલુ કર્યો છે. ત્યારે કંડવા પેટ્રોલપંપ આગળ હેલ્મેટ ઝૂંબેશનો પોઇન્ટ શરૂ કરાય તે જરૂરી છે. હાલ હેલ્મેટ વેચનારા પણ પોલીસ જે સ્થળ પર ચેકિંગ કરે છે ત્યાં વેચાણ માટે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...