તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગ:ગરનાળું તોડતા પહેલાં પીવાના પાણીનું આયોજન કરવા માગ

નસવાડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નસવાડીમાં સ્ટેશન રોડનું ગરનાળું તોડવાનું કામ ચાલુ છે

નસવાડી ટાઉનમાં આવેલ સ્ટેટ હાઈવે રોડની કામગીરીમાં નસવાડી ટાઉનના મુખ્ય બે ગરનાળા આવેલ છે. જે ગરનાળામાં એક બજાર વિસ્તારનું ગરનાળુ તોડ્યા બાદ હવે તેની કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે નસવાડી ટાઉનના મુખ્ય સ્ટેશન રોડ તરફના ગરનાળાની કામગીરી શરૂ કરતા પહેલા જેતે એજન્સી હાલ ગરનાળાની બાજુમાં વાહનોની અવરજવર માટે ડાઈવર્ઝનનું કામ શરૂ કરેલ છે. જેમાં હજુ 15 દિવસનો સમય નીકળશે ત્યારે નસવાડી ગ્રામ પંચાયતમાં અગાઉ પર પીવાના પાણીની મુખ્ય લાઈન ગરનાળા ઉપરથી આવતી હોય જેને લઈ પહેલા મેન્યુલી પાણીની લાઈન કરવામાં આવે અને પછી ગરનાળુ તોડાય પરતું નસવાડી જૂથ ગ્રામ પંચાયત હજુ કામગીરી કરેલ નથી જે વાતને એક માસથી વધુ દિવસો થઈ ગયા છે. હાલ તો ગરનાળા ઉપર પાણીની મુખ્ય લાઈન છે. જેમાં સરકાર ફળીયા ચાર રસ્તા વિસ્તાર, વનકરવાસથી લઈ તણખલા રોડ તેમજ અન્ય વિસ્તાર આમ કુલ 8 મોટા વિસ્તારના 400થી વધુ રહેણાંક મકાનો સુધી પીવાનું પાણી સ્ટેશનના વોટર વર્ક્સથી આવતું હોય છે. જો ગરનાળા ઉપરની લાઈન તૂટે તો પહેલા સૌથી મોટી પાણીની સમસ્યા સર્જાય તેમ છે. ત્યારે નસવાડી ગ્રામ પંચાયત તત્કાલ પીવાના પાણીની મેન્યુલી લાઈન ઉભી કરે અને પાણીનું આયોજન કરે તેવી ગ્રામજનોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો