માંગણી:ગઢબોરીયાદમાં વર્ષો જૂનું અર્ધ જર્જરિત એસટી બસ સ્ટેન્ડ નવું બનાવવા માગ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઢબોરીયાદ ગામે વર્ષો જૂનું જર્જરિત થયેલ એસ ટી બસ સ્ટેન્ડ નવીન બનાવવા ગ્રામજનો દ્વારા માગ કરાઈ છે. - Divya Bhaskar
ગઢબોરીયાદ ગામે વર્ષો જૂનું જર્જરિત થયેલ એસ ટી બસ સ્ટેન્ડ નવીન બનાવવા ગ્રામજનો દ્વારા માગ કરાઈ છે.
  • 100થી વધુ ગામડાં ગઢબોરીયાદથી જોડાયેલ છે
  • મુસાફરો આ બસ સ્ટેન્ડમાં બેસી બસની રાહ જોતા હોય છે

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામ મુખ્ય સેન્ટર છે. 100થી વધુ ગામડા ગઢબોરીયાદ ગામથી સીધા જોડાયેલ છે. ડુંગર વિસ્તારમા એસટી બસ જાય કે ખાનગી વાહનો જાય બધું જ ગઢબોરીયાદ થઈને જાય છે. ગઢબોરીયાદ ગામે વર્ષો જૂનું એસટી બસ સ્ટેન્ડ આવેલું છે. જે એસટી બસ સ્ટેન્ડ એટલું બધું પણ જર્જરિત નથી. જેને લીધે ડુંગર વિસ્તાર તેમજ આજુબાજુના મુસાફરો આ બસ સ્ટેનડમા બેઠા હોય છે. ખાનગી વાહનોમા જવું હોય કે સરકારી એસટી બસમા જવાનું હોય, મુસાફરો ગઢબોરીયાદ બસ સ્ટેન્ડમા હોય છે.

ત્યારે હાલ સરકાર વિકાસ થેત્રે આગળ વધી રહી છે. અને એસટી વિભાગ પણ નાની બાબતો ધ્યાન પર લેતું હોય. ત્યારે ગઢબોરીયાદ ગામે વર્ષો જૂનું એસટી બસ સ્ટેન્ડ નવીન તેમજ મસ્ત રિપેરીંગ કરી સુવિધા યુક્ત થાય તેવી ગ્રામજનોએ માગ કરી છે.ભીલ બોરીયાદ ગ્રામ પંચાયતના યુવા ડેપ્યુટી સરપંચ સમીર સુલતાનશા દિવાનના જણાવ્યા મુજબ એસટી બસ સ્ટેન્ડ આજુબાજુના 100થી વધુ ગામડાના લોકો માટે ઉપયોગી છે. એસ ટી વિભાગ બસ સ્ટેન્ડમા સુવિધા કરી રિપેરીંગ કરે તેવી ગ્રામજનો અને મારા વતી માગ છે.

અન્ય સમાચારો પણ છે...