તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:નસવાડી તાલુકાની કચેરીઓમાં ‘ACB કોલ 1064’ના સૂચના બોર્ડ લગાવવા માગ

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટા ભાગની ટ્રેપ અન્ય જિલ્લાના અધિકારીઓ કરતા હોવાની રાવ

નસવાડી તાલુકો 212 ગામ ધરાવતો તાલુકો છે. તાલુકામા તાલુકા સેવાસદન, તાલુકા પંચાયત કચેરી નસવાડી પોલીસ સ્ટેશન તેમજ તાલુકાની અન્ય સરકારી કચેરીમા દરરોજના કામ માટે ગામના સૌ પ્રથમ નાગરિક એવા 60 ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યથી લઈ નસવાડી તાલુકાની 1.50 લાખની જાહેર જનતા અવર-જવર કરતી હોય છે. સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચારને જળ મૂળમાંથી બહાર લાવવા માટે રાજ્યના દરેક જિલ્લામા એંટી કરપ્સન બ્યુરોની કચેરીઓ ખોલી છે. જેમાં પીઆઈ કક્ષાના અધિકારી સાથે સ્ટાફની નિમણૂક કરાઈ છે. જેમાં કોઈ વ્યક્તિ પાસે સરકારી કર્મચારી લાંચ પેટે અને તેની કામગીરી બાબતને લઈ નાણાંની માંગ કરે તો જેતે અરજદારો સીધો એસીબીનો સંપર્ક કરી શકે. પરંતુ નસવાડી તાલુકાની સરકારી કચેરીમા એકપણ નાનું સરખું બોર્ડ તેમજ કોઈ ટેલિફોન નંબર મોબાઈલ નંબર સંપર્કનો નથી. ખાસ કરીને ...અનુસંધાન પાના નં.3 સરકારી કચેરીમા અંદર ખાનગી નાણાંનો વહીવટ થતો હોય જે વહીવટ સાચું કામ હોવા છતાંય કોઈ અધિકારી જબરજસ્તી માંગ કરતો હોય તો તે એસીબીનો સંપર્ક કરી શકે. પરંતુ નસવાડી તાલુકામા ભ્રષ્ટાચારની ખોલો પોલ એસીબીને 1064 પર કરો કોલની મસમોટી જાહેરાતના સૂત્ર ફારસ રૂપ બન્યું છે. આ બાબતે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એસીબીની વડી કચેરીના અધિકારીઓ નસવાડી તાલુકાની દરેક સરકારી કચેરીમા જાત મુલાકત લઈ એસીબીના સંપર્ક બોર્ડને લગતી લોક જાગૃતિ માટેના બેનર લગાવે તે જરૂરી બન્યું છે. કારણ કે નસવાડીના જેતે કચેરીમા સ્વચ્છતા જળવો તેમજ અન્ય સરકારી યોજનાના બેનરો લાગેલ છે. પરંતુ કોઈ પણ નાનકડા ખૂણામા એસીબીનો સંપર્ક ન હોય ત્યારે કચેરીના ઉચ્ચ અધિકારીઓ પણ આ બાબતે જાતે ધ્યાન આપે તે પણ જરૂરી બન્યું છે. નસવાડીમા જે ટ્રેર્પ થઈ છે તે મોટા ભાગે અન્ય જિલ્લાની એસીબીએ કરી છે. જ્યારે કોઈ કચેરીમા સંપર્ક બોર્ડ ના હોય ત્યારે લાંચ માગનારાની કોઈ વ્યક્તિ કયા ફરીયાદ કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે.

લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા જોઈએ
ટ્રાયબલ વિસ્તાર છે લોકોમા જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા જોઈએ. હું પોતે પહેલો ફરિયાદી હતો. જ્યારે એક અધિકારીએ લાંચમા પકડાવ્યો હતો. ત્યારે પણ નંબર બીજેથી લીધો હતો. આજે કોઈ કચેરીમા સંપર્ક બોર્ડ નથી. આ બાબતે જિલ્લા એસીબી ધ્યાન આપવું જોઈએ. > જાગૃત ફરીયાદી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો