તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:મેવાસ ભીલ સમાજના બે આગેવાનોનો ભાજપ બોડીમાં સમાવેશ કરવા માગ

નસવાડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છોટાઉદેપુર જિલ્લા પ્રમુખે આગેવાનો સાથે બેઠક કરી

છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનુ નવુ માળખું બનાવામાં આવ્યું હતુ. જેમા મેવાસ ભીલ સમાજનો સમાવેશ થાય તે માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મેવાસ ભીલ સમાજ રજૂઆત કરવા પોહચ્યું હતું. જેમાં તાલુકા પંચાયત સદસ્યથી લઈ અનેક ભીલ સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ, ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે અને ચૂંટણી સમયે ભીલ સમાજના આગેવાનો તટસ્થ કામ કરતા હોવાની રજૂઆત કરાઈ હતી. સાથે સૌથી વધુ વસ્તી પણ ભીલ સમાજની હોય જેને લઈ પ્રમુખના આદેશ મૂજબ છોટાઉદેપુર જિલ્લાના નવા પ્રમુખ રસમિકાન્તભાઈ વસાવા મેવાસ ભીલ સમાજના ભાજપના આગેવાનોની મિટિંગ બોલાવી હતી. તેમાં મેવાસ ભીલ સમાજના ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનુ નવું માળખું બનાવ્યું છે.

તેમાં મેવાસ ભીલ સમાજના બે આગેવાનોનો સમાવેશ થાય તેવી માંગ ઉઠી હતી. જે બાબતની ચર્ચા કરાઈ હતી. જેમાં પ્રમુખ દ્વારા પ્રદેશમા જાણ કરી હોદ્દા આપવા બાબતે આશ્વાસન અપાયું છે. ત્યારે નવા બનેલ જિલ્લા પ્રમુખ સામે ભીલ સમાજનો મોટો પ્રશ્ન આવ્યો હોય હવે જિલ્લા ભાજપ પ્રમુખ શું નિર્ણય કરી ભીલ સમાજને ભાજપ બોડીમા સમાવેશ કરાય છે કે નહીં. તેના પર ભીલ સમાજની નજર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો