દરખાસ્ત:નસવાડીમાં આંગણવાડી, રોડ સહિત કરોડોના અધૂરા કામો પૂર્ણ કરવા માગ

નસવાડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીના બંધ પડી રહેલા વિકાસના અધૂરા કામો. - Divya Bhaskar
નસવાડીના બંધ પડી રહેલા વિકાસના અધૂરા કામો.
  • આજે મુખ્યમંત્રી 131 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે
  • પહેલાં જૂના અધૂરા કામો પૂર્ણ કરાવો : વેચાણ ભીલ આદિવાસી આગેવાન
  • 100 ​​​​​​​ગામને જોડતો પુલ તેમજ અન્ય વિકાસના કામો હાલ અધૂરા

નસવાડી તાલુકામાં નરેગા યોજના હેઠળની 13 ગ્રામ પંચાયત અને પંચાયત માર્ગ અને મકાન વિભાગના ટેન્ડરની કામગીરીની 13 ગ્રામ પંચાયત, આંગણવાડીઓ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રોડ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના રોડ, 100 ગામને જોડતો પુલ તેમજ અન્ય વિકાસના કામો જે વર્ષથી અધૂરા પડ્યા છે. જેને પૂર્ણ કરવા માંગ ઉઠી છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આ બાબતે છોટાઉદેપુર આવતા હોઇ સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે.

છોટાઉદેપુર ખાતે પ્રથમ વાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે.ત્યારે 131 કરોડ ના કામો નું ખાત મુહુર્ત તેમજ લોકાર્પણ કરવાના છે.પરંતુ બીજી બાજુ જિલ્લા ના જેતે વિભાગ ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય નસવાડી તાલુકા મા વિકાસ ના કામો અધૂરા પડ્યા છે.મોટા ભાગ ના વિકાસ ના કામો અત્યંત જરૂરી છે. જે કામના ખાત મુહૂર્ત જે તે રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યા હતા. હવે કામગીરી પૂર્ણ થઈ નથી તે બાબતે ફક્ત સરકારી અધિકારીઓ નોટિસ આપે છે. પરંતુ ગ્રાઉન્ડ 0 પર પરિસ્થિતિ હજુ તેની તે જ છે.

નસવાડી તાલુકાના ખુશાલપુરાથી ગઢ અને અન્ય 100 ગામને જોડતો પુલ હાલ અધૂરો બન્યો છે. ડુંગર વિસ્તારના જીવ સમાન દુગધાથી તલાવનો 10 કિલોમીટરનો રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં જે ઉપરની કામગીરી હતી તે હાલના સમયમાં અધૂરી બોલે છે. બીજી બાજુ આંગણવાડીના કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રોડ તેમજ અન્ય અનેક વિકાસના કામો કરોડો રૂપિયાના અધૂરા છે.

ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આ અધૂરા કામો પૂર્ણ કરવા બાબતે ધ્યાન આપે તેવી માગ છે. રાજ્યના ટ્રાયબલ મંત્રી છોટાઉદેપુરના પ્રભારી મંત્રી નિમિષા બેન સુથાર તેમજ સાસદ ગીતાબેન તડવી, ધારાસભ્ય અભેસિંહ તડવી સરકારી તંત્ર સાથે બેઠકો કરી પ્રજાલક્ષિ કામગીરી અધૂરી છે.તે પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

ખાત મુહૂર્ત કર્યા પણ કામ શરૂ નથી થયું
વડાપ્રધાન ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચો કામગીરી કરે તેમ કહે છે. ગ્રામ પંચાયતના કામ શરૂ થયા નથી અને જે શરૂ થયા તે અધૂરા છે. કોઈ ધ્યાન આપે તો ગ્રામ પંચાયત સારી બને. ગ્રાન્ટ બાબતે પણ ધ્યાન આપવું જોઈએ. જે વિકાસના કામોનું ખાત મુહૂર્ત લોકાર્પણ મુખ્યમંત્રી કરી રહ્યા છે. પરંતુ જે વર્ષોથી અધૂરા કામ છે. તે પણ પૂર્ણ થાય તે જરૂરી છે. -નટુભાઈ ભયજીભાઈ તડવી, સરપંચ ગ્રામ પંચાયત, ચામેઠા

આદિવાસી વિસ્તારના અનેક કામો અધૂરા છે
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ના કામો વર્ક ઓર્ડર પૂર્ણ થયા છે. પરંતુ તે કામો આજે પણ અધૂરા પડ્યા છે. આગળ ચોમાસુ આવે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડનું ઉપરનું કામ બાકી છે. આંગણવાડી, પંચાયત ઘર અમારા વિસ્તારના બાકી છે. પુલનું કામ અધૂરું છે. બુમો પાડી થાકી ગયા. આદિવાસી વિસ્તારને લગતી યોજનાઓ સરકાર કરોડોના ખર્ચે મંજૂર કરે પણ ગ્રાઉન્ડ 0 પર પરિસ્થિતિ જોવી જરૂરી છે. કામ પૂર્ણ થાય તો લોકોને સુવિધાઓ મળે.-વેચાણભાઈ ભીલ, આદિવાસી આગેવાન, નસવાડી

કઈ કામગીરી અધૂરી રહી અને કઇ પૂરી થાય છે
નરેગા યોજના હેઠળની 13 ગ્રામ પંચાયત ઘર આર એન્ડ બી હેઠળની 13 ગ્રામ પંચાયત શરૂ થઈ નથી. એજન્સીનો વર્ક ઓર્ડર પૂર્ણ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી યોજનાના રોડ અધૂરા, પુલ અધૂરો, આંગણવાડીના કામો અધૂરા છે. ફક્ત તાલુકા પંચાયત હેઠળ કોતરો પરના ચેકડેમો, નાણાં, પેવડીપ, દીવાલો, રોડ વગેરે કામો ફટાફટ પૂર્ણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...