ભાસ્કર વિશેષ:મોંઘલા દૂધ મંડળીના સભાસદોની નવા મંત્રી નિમવા માગ

નસવાડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈ નિર્ણય ન આવતા 200 સભાસદો ડેરી પર પહોંચી સૂત્રોચ્ચાર કર્યા
  • 6 માસથી​​​​​​​ ​​​​​​​ડેરીના મંત્રીનું અવસાન થયું હોવા છતાંય નવીન મંત્રીની નિમણૂંક કરાઈ ન હોય ભારે રોષ

ડેરી દૂધ ભરતા સભાસદો માટે આશીર્વાદ સમાન હોય છે. પરંતુ ડેરીમાં મંત્રીની નિમણૂક ન હોય તે ડેરીનો વહીવટ જ ઠપ્પ થઈ જતો હોય છે. ખાસ તો દૂધ ભરતા સભાસદોને મુશ્કેલી પડે છે. ત્યારે મોંઘલા ડેરીના મંત્રીનું અવસાન થયું હોય કાર્યકારી ડેરીના મંત્રી કામગીરી કરતા હતા. પરંતુ તેઓ પણ રાજીનામું આપ્યું હોવાનું ડેરીના સભ્યએ જણાવ્યું છે.

જ્યારે ડેરીમાં નવા મંત્રીની નિમણૂક ન થઈ હોય અને 4 બેઠક ડેરીના સભ્યોની મળી હોય તેમાં કેટલાક સભ્યો ચૂંટણી થાય તેવું કહે છે. જ્યારે કેટલાક બિનહરીફ કરો જ્યારે કેટલાક સભ્ય ચિઠ્ઠી ઉછાડીને મંત્રીની નિમણૂક કરવા માગ કરી છે. પરંતુ તેનો કોઈ નિર્ણય ન આવતા ડેરીમાં દૂધ ભરતા 200 સભાસદો ડેરી પર પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે ગ્રામજનો પણ મોટી માત્રમાં જોડાયા હતા. 1200 લીટર દૂધ ડેરીમાં ભરાતું હોય મંત્રીની નિમણૂક સભાસદોને વિશ્વાસમાં લઇ કરાય તેવી પણ માગ ઉઠી છે.

10 દિવસમાં બરોડા ડેરી સાથે ચર્ચા કરી દઈશું
મંત્રીની નિમણૂકનો મુદ્દો બધા ભેગા થઈ હલ કરીશું. હાલ વડોદરા ડેરીમાં જાણ કરી મંત્રીની નિમણૂક 10 દિવસમાં કરી દઈશું. - દિનેશભાઈ ચીમનભાઈ વણકર, ડેરી પ્રમુખ, મોંઘલા

લોકશાહી ઠબે ચૂંટણી થાય તેવી માગ છે
ડેરીની 4 બેઠકો થઈ હજુ નિર્ણય આવ્યો નથી. બધા સભાસદો ડેરીના મંત્રીની ચૂંટણી કરી નિમણૂક કરવા માગ કરી છે. 10 તારીખે પેમેન્ટ આવશે તો કઈ રીતે થશે. કાર્યકારી મંત્રી રાજીનામું આપ્યું છે.તેમ અમને જણાવ્યું છે. પ્રશ્ન હલ થાય તેવી બધાની માગ છે. -પ્રકાશભાઈ તરબદા, ડેરી સભ્ય, મોંઘલા
સભાસદો નક્કી કરે તે મુજબ ચૂંટણી કરાય
દૂધ ભરતા અમે સભાસદ છે. મંત્રી અમે દૂધ ભરતા સભાસદો નક્કી કરીએ તે મુજબનો થાય તેવી અમારી માગ છે. ડેરી સભ્યો અદરો અંદર નક્કી કરે તેના કરતા સભાસદો મંત્રી નક્કી કરે તે બનાવો તેવી માગ છે.
- અજયભાઈ તરબદા, દૂધ ભરતા સભાસદ

અન્ય સમાચારો પણ છે...