કાર્યવાહી:કંડવા ગામ પાસે 2 બાઈક સામ સામે ભટકાતાં ડાભેણના 2 યુવાનોના મોત

નસવાડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈકસવારો નવીન રોડ બન્યા બાદ બાઈક ઓવરસ્પીડમાં ચલાવતા હોય ઘટના બની

નસવાડી તાલુકાના ડાભેણ ગામના બે યુવાનો નસવાડી ખાતે ખરીદી કરવા માટે આવતા હતા તે વખતે નસવાડીથી બે કિલોમીટર દૂર કંડવા ગામ પાસે નસવાડી તરફથી એક બાઈક ચાલક ગફલત ભરી રીતે હંકારીને સામેથી આવતી બાઈકમાં ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે એકનું મોત થયું હતું. માધુભાઈ ઉર્ફ માઘીયાભાઈ નગીનભાઈ રાઠવા ઉંમર 21 વર્ષ, રહેવાસી ડાભેણ, તાલુકો નસવાડીનું મોત થયું હતું. જ્યારે તેની પાછળ બાઈક ઉપર બેઠેલ ભાવેશભાઈ ભરતભાઈ ઉંમર 18 વર્ષ, રહેવાસી ડાભેણ, ગંભીર ઈજા થતાં 108 મારફતે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.

સ્થળ પર લોકો ઉમટ્યા હતા અને 108ની સાયરનો વગાડી દોડાદોડ કરી હતી. અન્ય એકને ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરાયો હતો અને તેનું મોડી રાતે મૃત્યુ થયું હતું. ડાભેણ ગામનાં બે યુવાનોના અકસ્માતમાં મોત થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. નસવાડી તાલુકામાં બેફામ બાઈકો ચલાવવામાં આવે છે જેના ઉપર રોક લગાવવા માટે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તે પણ જરૂરી બન્યું છે. નવીન રોડ બન્યા બાદ બાઈક સવારો ઓવરસ્પીડમાં બાઈક ચાલવત હોય પરંતુ નિર્દોષ લોકો અકસ્માતમાં મોતને ભેટે છે. આ બાબતે પોલીસ કડક હાથે કાર્યવાહી કરવી જરૂરી છે. હાલ તો નસવાડી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...