નિમણૂક:DDOએ 49 ગ્રામ પંચાયતમાં વહીવટદારોની નિમણૂક કરી

નસવાડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લાની 49 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ

છોટાઉદેપુર જિલ્લાની 34 ગ્રામ પંચાયત અને 15 વિભાજન થયેલ ગ્રામ પંચાયત મળી કુલ 49 ગ્રામ પંચાયતમાં વહીવટદારોની નીમણુંક કરાઈ છે. હવે સરપંચો તેમની ખુરશી પર નથી છતાંય અંદર ખાનગી વહીવટ કરી રહ્યાની ચર્ચાઓ ઉઠી છે. રાજ્યમાં થોડા મહિનાઓ પહેલા 10 હજાર ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ ગઈ. જ્યારે બિજા તબક્કામા ચૂંટણી યોજાવાની હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાલ ગ્રામ પંચાયતમા વહીવટદાર નિમણૂક કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈ જેતે ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઇ હોઈ ત્યાં હવે વહીવટદારોની નિમણૂંક કરાઈ છે.

છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાની 49 ગ્રામ પંચાયતમા વહીવટદારોની નિમણૂક કરી છે. નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયતમાં પહેલા તબક્કામાં ચૂંટણી થઈ ગઈ છે. જ્યારે બીજા તબબકામાં 14 ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી છે. તેમા વહીવટદાર નિમણૂંક કરાયા છે. નસવાડી તાલુકાની કેટલીય ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિમણૂંક કરાઈ છે. છતાંય અંદર ખાનગી સરપંચો વહીવટ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...