ખેડૂતોમાં ખુશી:નસવાડીના બજારમાં દિવાળી પહેલા કપાસની આવક શરૂ થઈ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ ખેડૂતોને અપાતા ખુશી

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. અને જે રીતે સતત વરસાદ રહ્યો હોઇ ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે. જેમાં પહેલા કપાસના છોડમા ભમરી આવી હતી. તે ખરી પડી હતી. જ્યારે બીજી ભમરી આવતા કપાસ હવે ખેતરોમા ફૂટવા લાગ્યો છે. નસવાડી તાલુકામાં આ વર્ષે 16 હજાર હેકટરમા કપાસનું વાવેતર નસવાડી તાલુકામા થયું છે.

જેમ બજાર ભાવ વધુ હોય તેમ ખેડૂતો પાસેથી પાકની ખરીદ કરે છે. હાલ દિવાળી પહેલા કપાસની આવક શરૂ થઈ છે. કપાસનો ભાવ 7000 રૂા. કવિન્ટલ લેવાઈ રહ્યો છે. ગત વર્ષે ભાવ 4000 રૂા. કવિન્ટલનો હતો. હજુ આવક શરૂ થશે તેમ ભાવ આ વર્ષે 8000 રૂા. કવિન્ટલ પર પહોંચશે. તેમ નસવાડીના વેપારી અલ્તાફ મેમણે જણાવ્યું છે.

બોડેલી APMCમાં ગુરૂવારથી કપાસની હરાજી શરૂ
બોડેલી વિસ્તારની તમામ કોટન જીનોમાં કપાસ ખરીદીનુ મુહૂર્ત થઈ ગયું હોવાથી બોડેલી બજાર સમિતિમાં તા. 21ને ગુરૂવારથી કપાસ ખરીદી માટેની જાહેર હરાજી શરૂ થઈ રહી છે. આ વખતે કપાસ નો પ્રતિ ક્વિન્ટલ ભાવ 7000થી વધુ બોલાતા કપાસ પકવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

નવરાત્રિ અને દશેરાનુ મુહૂર્ત સાચવીને જીન માલિકોએ ખરીદી શરૂ કરી દીધી છે. ગાંધી કોટન, અગ્રવાલ કોટન, આર કે જીન, બીજે કોટન, મહાવીર કોટન, કમલા કોટન, ભવાની કોટન, નારાયણ કોટન, શિવ શક્તિ કોટન સહિત વિનાયક ટ્રેડિંગ દ્વારા કપાસ ખરીદી શરૂ કરી દીધી છે. મુહૂર્તમાં પ્રતિ ક્વિન્ટલ ભાવ 7011 રૂપિયા પડ્યો છે. જે પાછલા વર્ષોનો એક વિક્રમ છે.

અન્ય સમાચારો પણ છે...