તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નસવાડી તાલુકાના ગઢ, ભરવાડા, છઠ્ઠીઆમલી ગામના કોતરો પર બનેલા ચેકડેમોમા ભ્રષ્ટાચાર થયેલ છે. અને જે તપાસ બાબતે રાજ્યના મુખ્યમંત્રી સુધી નસવાડીના અરજદાર વિપિનચન્દ્ર સોલંકીએ લેખીતમાં તા. 5 માર્ચ 2020ના રોજ અરજી કરી હતી. જે અરજીને લઈ છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજનસી અને પછી નસવાડી તાલુકા પંચાયતમા અરજી આવેલ હતી. જે અરજીના તપાસને લઈ છેલ્લા એક વર્ષથી કાગળ પર કાગળ કચેરીઓમાં મોકલાય છે.
પરંતુ ચેકડેમોની અરજી સંદર્ભે તપાસ થઈ નથી. જેને લઈ અરજદાર કચેરીમાં પૂછપરછ કરી રહ્યો છે. ગઢ, છઠ્ઠીઆમલી, ભરવાડા આ ત્રણ ગામે નરેગા યોજના હેઠળ ચેકડેમ બન્યા છે. જેમાં અરજદારે અરજી કરેલ છે. જેમાં સ્થળ પર ચેકડેમો કેટલાક બન્યા છે. પરંતુ કેટલાક બન્યા જ નથી અને જૂના ચેકડેમો પર કલર મરાયો છે. જેમાં 16 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયા બાબતની તપાસ આજદિન સુધી કરાઈ નથી. તેમજ કોતરો પર દર 20થી 30 મિટરના એટરે ચેકડેમો છે. જે ચેકડેમો અલગ અલગ વિભાગના છે. ચેકડેમો મોટી માત્રમા કોતરો પર બનેલા છે. જૂના-નવા ચેકડેમો તેમજ જે કામ પૂર્ણ થયા બાદની તકતી લગાવેલ ન હોઈ ચેકડેમો પર જ્યારે તપાસ અધિકારી પહોંચશે તો ગુંચવાય જાય તેવી પરિસ્થિતિ છે.
હાલ તો અરજદારને એક વર્ષ પૂર્ણ થયા બાદ તેની અરજીનો જવાબ ન મળતા ચેકડેમો સરકારી રેકર્ડ પર છે. ત્યારે સીએમ કાર્યાલય સુધી અરજી કર્યાના એક વર્ષ બાદ જવાબની રાહ જોઈ રહ્યો છે. જોકે નસવાડી ટીડીઓ કચેરીમાંથી ત્રણ કર્મચારીની ટીમ બનાવી છે. ત્યારે તપાસ ક્યારે પૂર્ણ થશે? તેની અરજદાર રાહ જોઈ રહ્યો છે.
સરકારી તંત્રની બેજવાબદારી બતાવીશ
ચેકડેમો પર ચુંનો મારવો એ ક્યાં એસ્ટીમેન્ટમા આવે છે. જૂના ચેકડેમો છે એ નવા બતાવાય છે. સરકારના લાખ્ખો રૂપિયાનું આ કૌભાંડ છે. જે અગાઉના અધિકારી કરી ગયા છે. ત્યારે હાલના અધિકારીએ આ બાબતે તટસ્થ તપાસ કરી મને જવાબ આપવો જોઈએ. હું ફરી સીએમ કાર્યાલયમા જઈશ. કારણ કે એક વર્ષથી કાગળ પર કાગળ કચેરીમાં થાય છે. પરંતુ તપાસ કરી મને જવાબ મળ્યો નથી. > વિપિનચન્દ્ર સોલંકી, અરજદાર નસવાડી
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.