આરોગ્ય ટીમો કાર્યરત:નસવાડી તાલુકા સેવાસદન, રેશનિંગ દુકાનો પર કોરોના વેક્સિનેશન શરૂ

નસવાડી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી સેવાસદન પર વેકસીનની કામગીરી શરૂ કરાઈ છે. - Divya Bhaskar
નસવાડી સેવાસદન પર વેકસીનની કામગીરી શરૂ કરાઈ છે.
  • ગુરુવારે 138 વ્યક્તિને કોરોનાની રસી અપાઈ હતી
  • વેક્સિનેશનની કામગીરીને લઈ આરોગ્ય ટીમો કાર્યરત કરાઈ

નસવાડી તાલુકામા વેકસિનેશનની કામગીરીને લઈ તંત્ર હવે પુર જોશમાં કામગીરીમાં જોડાયું છે. જેમાં ખાસ કરીને વેક્સિન હોવા છતાંય વેક્સિન લોકો લેતા ન હોય નસવાડી મામલતદાર અને તાલુકા હેલ્થ અધિકારીએ ચર્ચા કરી આરોગ્ય વિભાગની ટીમો વેક્સિનેશનને લઈ કાર્યરત કરાઈ છે. જેમાં નસવાડી તાલુકા સેવાસદન પર જે લોકો આવે છે. તે લોકોને વેકસીનેશન કરાઈ રહ્યું છે. સાથે આરોગ્ય વિભાગ રસીને લઈ સમજ આપી રસીકરણની કામગીરી કરે છે.

સાથે નસવાડી તાલુકામા હાલ રેશનિંગની દુકાનોમાં અનાજ વિતરણની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં નસવાડી, આકોના, તણખલા, ભરોસવાડીની રેશનિંગની દુકાનો પર વેક્સિનેશનની કામગીરી કરાઈ છે. અને અનાજ લેવા આવતા રેશનકાર્ડ ગ્રાહકો પણ રસી લઈ રહ્યા છે.

નસવાડી તાલુકામા કોરોના રસી લેવા આવતા ગ્રામજનો કોઈપણ અફવા પર ધ્યાન ન આપો અને ત્રીજી લહેર કોરોનાની આવે તે પહેલા વેક્સિન મળે છે તો લઈ લો. શહેરોમા વેક્સિન લેવા લાઈનો પડે છે. ત્યારે કોરોના રસી લેવા લોકો આગળ આવે તેવા તંત્ર પ્રયાસો શરૂ કર્યા છે. નસવાડી સી એચ સી, પી એચ સી, સેવાસદન અને રેશનિંગની દુકાનોનું થઈ કૂલ 138નું વેક્સિનેશન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...