છોટાઉદેપુર જિલ્લામા મેગા વેક્સિન અભિયાનમા નસવાડી તાલુકાના 33 ગામમા નિરાશાજનક રહી હતી. એમપીએચડબ્લ્યુ, એફએચડબ્લ્યુ રવિવારે કમગીરીથી અળગા રહ્યા હોઈ વેક્સિનને લગતી કામગીરી પર સીધી અસર થઈ હતી. વેક્સિન સેન્ટરો પર ગ્રામજનોનો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે તાલુકામા મોનીટરિંગ ન હોઈ ડોક્ટરો જ નસવાડી આવ્યા ન હતા.
નસવાડી તાલુકાના 33 સબ સેન્ટરો પર વેક્સિન મેગા અભિયાન રવિવારે યોજાયો હતો. પરતું દરેક સબ સેન્ટરો પર વેક્સિન આપવા બેસેલા આરોગ્ય સ્ટાફ લોકોની રાહ જોઈ બેસી રહ્યા હતા. જેમા સીએચઓ અને એમપીએચડબ્લ્યુ જે કોન્ટ્રકટ બેઝ પર છે. તેઓ કામગીરીમા હતા. જ્યારે ગામડાની આશા બહેનો ગામમા ઘરે ફરીને ગ્રામજનોને બોલાવવા જાય છે. છતાંય ગ્રામજનો આવતા ન હતા અને કોરોના હવે જતો રહ્યો, હવે શુ કરવા વેક્સિન લેવી. તેવું જણાવતા હતા.
નસવાડી તાલુકાના 7 પીએચસી કેન્દ્રમા આવતા 33 ગામડાના સબ સેન્ટરો પર એકદમ નિરશાજનક વેક્સિનને લગતી કામગીરી થઈ હતી. બપોરના પોચબા, જામલી, જીતપુરા, નવગામ જેવા મોટા ગામડામા પણ વેક્સિન લેવા લોકો દેખાયા ન હતાં. જયારે બીજી બાજુ પડતર માંગને લઈ નસવાડી તાલુકા સહિત જિલ્લાના 6 તાલુકાના 300થી વધુ એમપીએચડબ્લ્યુ, એફએચડબ્લ્યુ રવિવારે કમગીરીથી અડગા રહ્યા હતા.
વેક્સિનને લગતી કામગીરી પર સીધી અસર આવતી હોવાનું જણાયું હતું. જ્યારે રવિવારે દરેક કર્મચારીઓ, ડોકટર બધાએ વેક્સિન મેગા અભિયાનમા આવવાનું હતું. પરંતુ નસવાડી તાલુકાના મુખ્ય અધિકારીઓ, ડોકટર, કોઈ મોંનટરીંગમાં આવ્યા ન હતા. ખાસ તો વેક્સિનનેશની કામગીરી વધુ નિરાશાજનક રહી હતી.
ગામડામાં લોકોને ઘરે ઘરે જઇને બોલાવવા નિકળી છું
અમે કોરોનાની વેક્સિન લેવા ગ્રામજનોને ઘરે બોલાવા માટે ગયા હતા. પરંતુ તેઓ એ જણાવ્યું કે કોરોના ગયો, હવે શું રસી મુકવાની કરી આવતા નથી એમ જણાવે છે. જેથી મેહનત કરીએ છે અને ગામડામાં ઘરે ઘર જઈ ગ્રામજનોને બોલાવવા નીકળી છું. - નીતાબેન પવાર, આશા બહેન, નવગામ
બપોર સુધી માત્ર 10 લોકોએ વેક્સિન લીધી છે
ઘરે ઘર ફરીને વેકસીન આપીએ છે. લોકો વેક્સિન લેવા આવતા નથી. બપોર સુધી 10 લોકોએ વેક્સિન લીધી છે. - ગોદાવરીબેન, એફએચડબ્લ્યુ, જામલી
રાજ્ય મહાસંઘના આદેશ મુજબ કામગીરીથી બધા અળગા રહ્યા છે
રવિવારની રજામા પણ અમને કામગીરી કરાવતા હોઈ રાજ્ય સંઘના આદેશ મુજબ અમારી પડતર માગ પૂરી થયેલ ન હોઈ અમે બધા એમપીએચડબ્લ્યૂ, એફએચડબ્લ્યુ કામગીરીમા જોડાયા નથી. વેક્સિનને લગતી કામગીરીથી અળગા રહ્યા છે. -અતુલભાઈ મોચી, એમપીએચડબ્લ્યુ, નસવાડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.