તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:નસવાડી તાલુકાના અધિકારીઓની સંકલન સમિતિની બેઠક યોજાઈ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકા સેવાસદન પર બેઠક હોલમા નસવાડી તાલુકાના દરેક વિભાગના અધિકારીઓ સાથે બોડેલી પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક યોજાઈ હતી. જે બેઠકની શરૂઆતમા નસવાડી તાલુકામાં આવેલ નવીન અધિકારીઓના પરીચય અપાયા હતા. ખાસ કોરોના વાયરસના લાંબા સમય વિતી ગયા બાદ સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ તો કોરોના વેક્સિનેશન પર ધ્યાન આપવા બોડેલી પ્રાંત અધિકારી દ્વારા સૂચન કરાયા છે. ચોમાસામાં ડિઝાસ્ટરને લગતી કામગીરી બાબતે દરેક વિભાગ ધ્યાન આપે અને ગ્રામજનોને મુશ્કેલીઓ ન પડે તે રીતે બધા સંકલન કરી કામગીરી કરવા જણાવાયું હતું.

બેઠકમા નસવાડી મામલતદાર, ટીડીઓ, ટી એચ ઓ, મધ્ય ગુજરાત વીજ કપનીના ડે ઈજેનર સાથે વન વિભાગ સાથે પરિક્ષેત્ર વન અધિકારી અને પોલીસ સાથે વાસમો પાણી પુરવઠા, સિંચાઇ, નસવાડી ગ્રામ પંચાયત તલાટી અન્ય વિભાગના અધિકારીઓ બેઠકમા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...