નસવાડીમાં 19 ગામના નર્મદા ડેમમાં જમીન આપનારા અસરગ્રસ્તોના પ્રશ્નોને લઈ સંમેલન યોજાયું હતું. જેમાં આદિજાતિ મોરચા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ MLA હર્ષદભાઈ વસાવા, જશુભાઈ ભીલ તેમજ આઈટીઆઈ એક્ટીવીસ્ટ ભૂપેન્દ્ર કાકા તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ગુજરાતના નર્મદા અસરગ્રસ્તો મોટી સંખ્યામાં આવ્યા હોય તેમના પ્રશ્નને લઈ સંમેલન યોજાયું હતું.
નર્મદા ડેમમાં જમીન આપનારા અસરગ્રસ્તો આજે પણ તેમના પ્રશ્નોને લઈ સરકાર સામે લડી રહ્યા છે છતાંય તેઓના પ્રશ્ન હલ થતા નથી. કેવડિયા ખાતે 100 દિવસથી વધુ ધરણા પર બેસેલા નર્મદા અસરગ્રસ્તોના પ્રશ્નો સરકાર હલ કરશેની ખાતરી રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની હાજરી તેમજ અન્ય નેતાઓની હાજરીમાં અપાયા બાદ તે ધરણા પ્રદશન સમેટાયું હતું.
તેના પણ વર્ષો વિતવા આવ્યા છે છતાંય હજુ નર્મદા અસરગ્રસ્તોના પ્રશ્નો હલ થતા ન હોય નસવાડી ખાતે 19 ગામના નર્મદા અસરગ્રસ્તો ભેગા થયા હતા અને જે પ્રશ્નો છે તે હવે ગુજરાત સરકાર અને ભારત સરકાર પાસે લઈ જવાની તૈયારી ઓ કરાઈ છે. પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં આ અસરગ્રસ્તો અનેક કાર્યક્રમો આપવાનું નક્કી કરવાના છે.
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ગુજરાતના નર્મદા અસરગ્રસ્તો મોટી સંખ્યામાં આવ્યા હોય તેમના પ્રશ્નની રજૂઆત કરાઈ હતી. આગામી દિવસોમાં ગુજરાત અને ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવાનું સંમેલનમાં આવેલ આદિજાતિ મોરચા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ MLA ગુજરાત સરકારના પૂર્વ સંસદીય સચિવ ભારત સરકારના આદિજાતિ આયોગ સભ્ય કેન્દ્ર સરકારના હર્ષદભાઈ વસાવા જણાવ્યું છે. જ્યારે અસરગ્રસ્તોના આગેવાનો પણ સરકારને મળી તેઓની જે માંગ છે તે મુકવાનું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.