તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નસવાડી ટાઉનના સરકારી 18 ક્વાર્ટરમા રહેતા સરકારી કર્મચારીઓના મુખ્ય દરવાજા પાસે ગટરના દૂષિત પાણીથી આખું મેદાન આગળનું ભરાયું છે. જેના એહવાલ પ્રસિદ્ધ કરાયાના 15 દિવસ વીતી ગયા છતાંય હજુ પરિસ્થિતિનો કોઈ ઉકેલ આવ્યો નથી. સરકારી કર્મચારીઓ આ બિલડીગમા રહેતા હોય અને નસવાડી મામલતદાર, ટીડીઓ આ બિલડીગના મુખ્ય ગેટથી તેમના રહેવાના ક્વાર્ટર તરફ જાય છે. જ્યારે તાલુકાના અધિકારી તેમના ક્વાર્ટરમા જાય તો તેમની નજરથી અને તેમની સામે આ ગંદકી, દૂષિત ગટરના પાણી નરી આંખે તેઓ દેખી શકતા હોય છે. છતાંય આંખ આડા કાન કરતા હોય તો હવે શું સમજવું? છોટાઉદેપુર જિલ્લા સ્ટેટ આર એન્ડ બીથી લઈ નસવાડી ગ્રામ પંચાયત હજુ સુધી સફાઈની આ કામગીરી કરાવી નથી જેને લઈ 18 કવાર્ટરમા રહેતી મહિલાઓમા ભારે રોષ ઉઠ્યો છે.
મહિલાઓના જણાવ્યા મુજબ અમારું આ પ્રશ્ન હલ નથી થતો. જ્યારે મીડિયામા પણ આ બાબતે જાણ કરી તોય તંત્ર ધ્યાન ન આપતું તો હોય તો હવે સામાન્ય જનતા તેમના પ્રશ્ન હલ થાય તે કોની પાસે આશા રાખશે. ખરેખર તો જિલ્લા કલેક્ટર અને ડીડીઓ આ બાબતે કડક કામગીરી કરી તત્કાલ તાલુકાના તંત્ર પાસે જવાબ માગવો જોઈએ તેવી ચર્ચાઓ ઉઠી છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.