દાહોદ ખાતે રાહુલ ગાંધીના કાર્યકમ આદિવાસી સત્યાગ્રહ સંમેલનમાં નસવાડી તાલુકામાંથી મોટી માત્રમાં કોંગ્રેસ કાર્યકરો વહેલી સવારના રવાના થયા હતા. કોંગેસના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલની આગેવાનીમાં નસવાડી તાલુકામાંથી કોંગ્રેસના કાર્યકરો લક્ઝરી બસ તેમજ અન્ય ખાનગી વાહનો મારફતે રવાના થયા હતા.
હાલની ભાજપની સરકારમાં કારમી મોંઘવારીમાં સામાન્ય માણસ હેરાન છે. માલદાર વધુ માલદાર થઈ ગયા, જ્યારે ગરીબ મધ્યમ વર્ગ વધુ ગરીબ થવા લાગ્યો છે. જેનો વિરોધ આ સત્યાગ્રહ છાવણીમાં થશે.આગામી વિધાનસભા કોંગેસ પક્ષ સત્તા પર હશે.
કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ‘તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના સૂત્ર સાથે નસવાડી તાલુકામાંથી 2000 કાર્યકરો રવાના થયા હતા. કોંગ્રેસના કાર્યકરો આદિવાસી પોશાક સાથે અને કોંગ્રેસ આવે છેના સૂત્રોચ્ચાર સાથે નસવાડીથી દાહોદ જવા રવાના થયા હતા. દાહોદ ખાતે સત્યાગ્રહના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.