તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકારે લોકડાઉનની પરિસ્થિતિ અને કોરોના વાયરસને લઈ આત્મનિર્ભર સહાય પેકેજ યોજનાં બહાર પાડી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ જે કાગળ બહાર પાડ્યો છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે કે ખેત મજૂર હોય તો તેને તલાટી-સરપંચની સહીવાળો દાખલો રજૂ કરવો પડશે. જ્યારે નસવાડી તાલુકા સેવાસદન પર 50 રૂપિયાના સ્ટેમ્પ પર સહાયનો લાભ લેવા માગતા અરજદારો સોગંદનામું કરી રહ્યા છે. જેમાં લખવામાં આવે છે અમો ઉપરોક્ત સરનામે રહીએ છે અમારો વ્યસાય ખેત મજૂર છે. અમો બહાર જઇ ખેત મજૂરી કરીએ છે.
અમારી બીજી કોઈ આવક નથી તેવું સોગંદનામું કરવા અરજદારોની લાઈનો પડી છે. જ્યારે જે આદિવાસીનો દાખલો ફોર્મમાં જોડીને લાભ આપવાનો છે ત્યારે ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે તેવો પણ ઉલ્લેખ કરાય છે. ત્યારે આખા ગામના આદિવાસીઓને લાભ લેવો હોય તો આ રીતે સોગંદનામું કરવાનો શું મતલબ પછી ગામના બધા જ લોકો ખેતમજૂર ગણાશે જેને લઈ એકબાજુ આત્મનિર્ભરનો જેતે અરજદારને લાભ મળે પહેલા જ આ સોંગદનામાંને લઈ હવે ચર્ચા સાથે અસમંજસ ઉભી થઇ છે. આ બાબતે આદિવાસી એકતા મહાસંઘના ટીનાભાઈ દ્વારા યોજનાના અધિકારી સાથે વાત થઈ તો જિલ્લામાંથી આ રીતે પુરાવા ફોર્મમાં રજૂ કરવાનું જણાવ્યું છે.
ત્યારે ટીનાભાઈના જણાવ્યા મુજબ આ બાબતે જિલ્લાના વહીવટી તંત્ર એ ધ્યાન લેવું જોઈએ કારણ કે જ્યારે સરકારે 35 હજારનો લાભ આપવો છે તો પછી આટલા બધા પુરાવામાં સોગંદનામું ખેડૂત હોય અને ખેત મજૂરનું સોગંદનામું રજૂ કરે તો તે બાબત ધ્યાન પર લેવી જોઈએ કારણ કે આદિવાસી વિસ્તારના લોકોમાં સાક્ષરતાનો અભાવ હોય જિલ્લા તાલુકા વહીવટી તંત્ર તત્કાલ આ પ્રશ્ન હલ કરવો જોઈએ તેવી માગ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.