તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસમંજસ:સાંઢીયા, ચામેઠામાં ધૂળેટીએ ભરાતા મેળાને લઇને લોકોમાં અસમંજસ

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા સ્તરેથી કોરોના વાઇરસને લઈ જાહેરનામાં બહાર પડ્યા
 • મેળા બંધ છે કે કેમ તેની ગ્રામ પંચાયત દ્વારા હજુ જાણ નથી કરાઇ

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે સાથે હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણીને લઈ અનોખો ઉત્સાહ હોય છે. ત્યારે હાલ કોરોના મહામારીને લઈ જે રીતે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામા બહાર પડાયા છે જેમાં મેળા બંધ રખાયા બાબતે જાણ કરાઈ છે. પરંતુ તાલુકા મથકથી લઈ નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતમાં આ જાહેરનામાની નોટિસ બોર્ડ પર અમલવારી કરાય તે જરૂરી છે. ધૂળેટીને લઈ નસવાડી તાલુકામાં વર્ષોથી ચામેઠા ગામ અને સાંઢીયા ગામે મેળા ભરાય છે જે રદ કરાયા છે કે ચાલુ રહેવાના છે બાબતે વિસ્તારના ગ્રામજનો પૂછપરછ કરી રહ્યા છે.

કારણ કે શિવરાત્રિના મેળા બંધ રખાયા હતા ત્યારે ગ્રામ પંચાયત કચેરી પર નોટિસ મરાઈ હતી અને ગામજનોને જાણ કરાઈ હતી. પરંતુ હાલ નસવાડીના ચામેઠા, સાંઢીયા ગામે મેળા રદ કરાયા છે એ બાબતે લોકોમાં અસમંજસ ઉભી થઇ છે. ત્યારે ગ્રામ પંચાયત નોટિસ બોર્ડ પર મેળા બંધ છે તેની જાહેરાત કરે અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી હોઇ મેળા રદ કરાયા છે એ બાબતે તાલુકાની જનતા સુધી વાત પહોંચે તેવો પ્રયાસ કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો