તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:અપક્ષો માટે 162 ચિહ્નો માન્ય હોવાથી પસંદગી અંગે ઉમેદવારોમાં મૂઝવણ

નસવાડી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
162 ચિહ્નો હોવાથી નસવાડી તાલુકા-જિલ્લા પંચા.ના અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડવા માટે ચિહ્નો પસંદ કરવા બાબતે ગુચવાયા હતા.}ઈરફાન લકીવાલા - Divya Bhaskar
162 ચિહ્નો હોવાથી નસવાડી તાલુકા-જિલ્લા પંચા.ના અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડવા માટે ચિહ્નો પસંદ કરવા બાબતે ગુચવાયા હતા.}ઈરફાન લકીવાલા
 • નસવાડી તાલુકામાં અપક્ષ ઉમેદવારો ચર્ચા કરી નિર્ણય લેશે

નસવાડી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ, બસપ સાથે અન્ય અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ત્યારે જે ચિહ્નો માન્ય પક્ષ માટેના છે તે ઉમેદવાર તેમના ચિહ્નો પર ચૂંટણી લડશે. પરતું અપક્ષ ઉમેદવારની દાવેદારી વધુ હોય ત્યારે ફ્રી મુક્ત ચિહ્નોમા કુલ 162 ચિહ્નો છે. જેમાંથી અપક્ષ ઉમેદવારોએ ચિન્હ પસંદ કરવાનું છે. જેને લઈ નસવાડી તાલુકાના અપક્ષ ઉમેદવાર મુશ્કેલીમા વધારો થયો છે.

કારણ કે એવું ચિન્હ લઈએ કે મતદારો કોંગ્રેસ, ભાજપને જાકારો આપી અપક્ષ ઉમેદવારને જીત અપાવે. જેને લઈ અપક્ષ ભેગા થઈ ચર્ચા કરશે. હાલ તો નસવાડી તાલુકા સેવાસદન પર માન્ય પક્ષના 53 ચિહ્નોના ફોટો સિમ્બોલ મુકાય છે. જ્યારે ફ્રી ચિહ્નોમા 162 ચિહ્નો માન્ય હોય તેના સિમ્બોલ મુકાયા છે. ત્યારે આટલા બધા ચિહ્નોમાંથી કુયું ચિન્હ પસંદ કરવું તે અપક્ષ ઉમેદવાર પણ મુંઝવણમા મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો