ફરિયાદ:તણખલા ગામમાં પાણી પુરવઠાના સુપરવાઈઝરને માર મારતાં બે પક્ષે ફરિયાદ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સરપંચ સહિત 7 સામે ગુનો નોંધાયો

નસવાડીના તણખલા ગામે પાણીની સમસ્યા હોઇ અને 125 ગામ જૂથ યોજનાનું પાણી સંપમાં પૂરતું આવતું ન હોઇ તેને લઈ સાકળ(ત) ગ્રામ પંચાયતની ગ્રામસભામાં પાણી પુરવઠા યોજનામાં કામ કરતા સુપરવાઈઝર પંકજ જશુભાઈ ભીલને આ બાબતે રજૂઆત કરતાં મામલો બગડ્યો હતો.

જેમાં સરપંચના ટેકેદારોએ સુપરવાઈઝરને માર મારતાં મામલો નસવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સાકળ(ત) મહિલા સરપંચ સહિત 7 સામે નસવાડી પોલીસે ગુનો દાખલ કરેલ છે. જ્યારે ગ્રામસભામાં આવેલ પાણી પુરવઠાના સુપરવાઈઝર દ્વારા પણ આ બાબતે યોગ્ય વર્તન ન કરાતાં આ બબાલ થઈ હોઇ તેઓ સામે પણ નસવાડી પોલીસ સ્ટેશનમાં સાકળ(ત) ગ્રામ પંચાયતની મહિલા સરપંચ પોલીસે ફરિયાદ કરેલ છે.

જેમાં સરપંચના ટેકદારોએ પાણી પુરવઠા યોજનામાં પાણી છોડતી એજન્સીના સુપરવાઈઝર પંકજ ભીલને માર મારેલ આરોપીઓમાં ભગવાનભાઈ ભીલ, અલ્પેશ ભીલ, ધર્મેશ ભીલ, દિનેશ ભીલ, ગણપત ભીલ, સંજય ભીલ, જશીબેન ભીલ તમામ રહે. કસુંબીયા સામે પોલીસ ફરિયાદ થયેલ છે.

જ્યારે સાકળ(ત) પંચાયતના સરપંચ જશીબેન ભીલે આ ઝઘડાને લઈ પંકજ ભીલ, શંકર ભીલ, સંજય ભીલ આમ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. એકંદરે પાણીના પ્રશ્નને લઈ સાકળ(ત) ગામે નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી તેમજ અન્ય સરકારી કર્મચારીઓની હાજરીમાં આ ઝઘડો થયેલ હોઇ નસવાડી પોલીસે સામસામે ગુનો દાખલ કરી પાણી પુરવઠાના ઇજાગ્રસ્ત સુપવાઈઝરને વધુ સારવાર માટે બોડેલી દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...