ફરિયાદ:સીમળીયામાં મત પેટી ગુમ થવાના ઝઘડામાં ફરિયાદ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ ઉમેદવાર અન્ય 4 અને 35નું ટોળું સામેલ
  • ગ્રામજનોનું પોલીસ સાથે થયેલું ઘર્ષણ

સીમળીયા મતદાન મથક પર રૂટનો ટેમ્પો આવતા મતપેટી ટેમ્પોમાં મુકાઈ ન હોઇ. મતપેટી ગઈ કયા કરી ગ્રામજનોએ ટેમ્પોનો ઘેરાવ કર્યો હતો. મતપેટી તો પહેલાથી નસવાડી આવી ગઈ હતી. જે મતપેટી ઝોનલની જવાબદારીમા, પોલીગ પ્રિસાઈડિગ ઓફિસરની જવાબદારીમાં આવતી હોય છતાંય આટલી મોટી ગંભીર બેદરકારી દાખવેલી હોઇ. મોટો ઝઘડો થતા પોલીસ સાથે ગ્રામજનોનું ઘર્ષણ થયું હતું.

જેમાં પથ્થરમારો લાઠીચાર્જ થયો હોઇ નસવાડી પોલીસે સીમળીયા ગામના સરપંચ પદના ઉમેદવાર રાજુભાઈ રસિક ભાઈ તડવી સાથે યોગેશભાઈ નટવર ભાઈ તડવી, વિજય ભાઈ રાજુભાઈ તડવી, સંજય ભાઈ જેના પુરા નામની ખબર નથી અને હિંમતભાઈ ઘોડાવાલા આમ 5 સાથે અન્ય 30થી 35 માણસોના ટોળા સામે નસવાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમા પોલીસ રિકવિઝીટ મોબાઈલનો વાયરલેસ સેટનો વાયર તોડી તથા માઈક્રોફોન તોડી સરકારી જાહેર મિલકતને નુકસાન પહોંચાડેલ હોઇની કલમ સાથે અન્ય લમના આધારે ગુનો દાખલ કર્યો છે.

જ્યારે ઘટનાનું મુખ્ય કારણ મત પેટી બુથ પર આવેલ ટેમ્પોમા મુકાઈ ન હોય અને મતપેટી નસવાડી આવી ગઈ હોય અને મતપેટી આ રીતે ખાનગી વાહનમા લઈ જવાઈ હોઇ ઉમેદવારોનું ભાવી મતપેટીમા સીલ હોઇ બે જવાબદાર પોલીગ સ્ટાફ, પ્રી સાઈડિગ ઓફિસર અને રૂટ જોનલની મુખ્ય જવાબદારી હોઇ.ફ ક્ત આદિવાસી લોકો સામે પોલીસે ઘર્ષણ કરી ગુન્હો દાખલ કર્યો હોઇ સીમળીયા સહીત આજુબાજુના ગ્રામજનોમાં ભારે રોષ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...