તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બચાવ કાર્ય:નસવાડી વન વિભાગ દ્વારા મેમણ કોલોનીમાંથી કોબ્રાનું રેસ્ક્યુ કરાયું

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
માર્ગ અકસ્માતમા શાહુડીનું મોત થયું હતું. - Divya Bhaskar
માર્ગ અકસ્માતમા શાહુડીનું મોત થયું હતું.
  • નસવાડી-કવાંટ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે શાહુડીનું મોત

નસવાડી તાલુકામાં હાલ વરસાદે વિરામ લીધો છે અને અસહ્ય ગરમી ઉકળાટ વચ્ચે નસવાડી મેમણ કોલોનીમાં કોબ્રાએ દેખા દીધી હતી. જે બાબતે નસવાડી વન વિભાગના આરએફઓ જ્યોત્સનાબેન રાઠવાને જાણ કરાઈ હતી. રાતના તેઓ ભરચક વિસ્તારમાં સ્ટાફ સાથે કોબ્રા સાપને રેસ્ક્યૂ કરવા પહોંચ્યાં હતા.

અને સાપને પકડી કોયારી જંગલમાં છોડ્યો હતો અને તરત જ વન્ય પ્રાણી શાહુડી નસવાડી-કવાંટ રોડથી પસાર થતી હોય કોઈ વાહન ચાલકે ટક્કર મારી હોય શાહુડીનું ઘટના સ્થળે મોત થયું હતું. વન વિભાગ દ્વારા કાર્યવાહી કરી શાહુડીને અગ્નિદાહ આપવાની કામગીરી કરાઈ હતી. કોબ્રા સાપને પકડી ગ્રામજનોને રાહત અપાવી હતી. જ્યારે શાહુડીનું અકસ્માતમાં મોત થતાં વન વિભાગ દુઃખ વ્યક્ત કર્યું હતું. શાહુડીના મોતને લઈ વન્ય પ્રાણી પ્રેમીઓ સ્થળ પર દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...