છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના 50 ગામને આરોગ્ય લક્ષિ સુવિધા મળે માટે તે માટે ગઢબોરિયાદ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યું છે. જે આરોગ્ય કેન્દ્રમા કોલીબોરિયાદ ગામ પાસે થયેલા અકસ્માતમા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યો હતો. સોમવાર રાતના ગ્રામજનો ગઢબોરિયાદ સીએચસીમા સારવાર માટે લાવ્યા હતા. ત્યારે ડોક્ટર હાજર ન હોય આખરે એક સામાન્ય પટાવાળાએ ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપીનું ગ્રામજન જણાવ્યું છે.
ઈજાગ્રસ્ત વ્યક્તિને ઈંજરી વધુ હોઇ ટાંકા લેવાના હતું. પરંતુ ટાંકા લેવા કોઈ હાજર ન હોતું અને ધનુરનું ઈન્જેકશન પણ દવાખાને ન હતું. આખરે તમે દર્દીને નસવાડી લઈ જવાનું જણાવતા ઈજાગ્રસ્ત દર્દીને નસવાડી સારવાર માટે લવાયો હતો. બીજા દિવસે મંગળવારના રોજ ગ્રામજનો 10-45 દવાખાને પોહચ્યાં હતા. જ્યાં દર્દી બહાર બેઠા હોય અને આખા દવાખાનામા ખુરશીઓ ખાલી હોય અને કોઈ હાજર ન હોય તેમ લાગતા ગ્રામજનોએ વીડિયો બનાવ્યો હતો.
સામુહિક આરોગ્ય કેન્દ્રની સારવારને લઈ પરિસ્થિતિ વીડિયો વાયરલ કરી બતાવી હતી. એકદરે આરોગ્ય લક્ષિ આદિવાસી વિસ્તારના ગ્રામજનોને મળતી ન હોય અને ડોકટરો પણ બિન્દાસ્ત બન્યા હોય ગ્રામજનોએ વીડિયો વાયરલ કરી આરોગ્ય લક્ષિ સુવિધા અને ડોકટરો હાજર રહે તેવી માંગ કરાઈ છે.
દવા - ઈન્જેકશન ન હોય તો CHCનું નામ શું કામનું?
ગઢબોરિયાદ સીએચસીમા અકસ્માત થયેલ વ્યક્તિને હું લઈ ગયો હતો. પરંતુ પૂરતી સુવિધા ન હોવાથી મારે વ્યક્તિને નસવાડી દવાખાને લઈ જવુ પડ્યું હતું. ડોક્ટર હાજર ન હતા. બીજા દિવસે અમારે એજ ટીએચઓને રજૂઆત કરવી પડી હવે. શું થાય છે તે જોઈએ.> ઇનાયત દિવાન, ગ્રામજન, ગઢબોરિયાદ
ધનુરનું ઈન્જેકશન નથી, અમે નસવાડીથી મગાવીએ છીએ
રાતના સારવાર થયેલ ન હોવાથી હું એમને ફોન પર બોડેલી લઈ જવા કહ્યું હતુ. ધનુરના ઈન્જેકશન હોતા નથી. અમે નસવાડીથી મગાવીએ છે. દવા પૂરતી હોય ન તે પણ મગાવીએ છે. સારવારતો અમે આપીએ જ છે. એવુ કઈ છે નહીં. > ડો. પિનાક, સીએચસી, ગઢબોરિયાદ
હું તપાસ કરીશ, આ બાબતે કાર્યવાહી કરીશ
દર્દીને રાતના સારવાર મળેલ નથી તે બાબતે તપાસ કરી કાર્યવાહી કરીશું. ડોક્ટરને પૂછપરછ કરીશ. શું થયું હતુ.> ડો. આર. પી. યાદવ, ટીએચઓ, નસવાડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.