તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:નસવાડી CHCમાં 18થી 44ની વય જૂથના નાગરિકો કોરોના વેક્સિન મૂકાવવા ઉમટ્યાં

નસવાડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી સીએચસીમાં યુવાનોએ રસી લીધી હતી. - Divya Bhaskar
નસવાડી સીએચસીમાં યુવાનોએ રસી લીધી હતી.
  • રજિસ્ટ્રેશનની કામગીરીને લઈ નસવાડી CHC સ્ટાફ મદદરૂપ બન્યું : 94 લોકોએ રસી મુકાવી

કોરોના રસીકરણને લઈ છેલ્લાં કેટલાય દિવસોથી 18 પલ્સના તમામ નાગરિકો રાહ જોઈ રહ્યા હતા. આખરે 18થી 44 વર્ષની વયના તમામને કોરોના રસી આપવાનું નક્કી કર્યા બાદ નસવાડી સીએચસીમા શુક્રવારે રસીકરણ શરૂ કરાયું હતું. જેમાં મોટી માત્રમા જે ગ્રામજનો રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ રસી લેવા પોહચ્યાં હતા.

18 પલ્સ ઉપરના નસવાડીના યુવાનો પણ ખાસ રસી ક્યારે આવશેની રાહ જોતા હતા. તેઓ ઉત્સાહ સાથે રસી મુકાવી હતી. જ્યારે કેટલાય વિદ્યાર્થીઓ એવા હતા જેમને રસી લીધી ન હોય અનેક જગ્યાએ મુશ્કેલી પડી હતી. તેઓ પણ રસી લીધી હતી. રસીનો પહેલો ડોઝ કોવીશિલ્ડ રસી અપાઈ હતી. નસવાડી સીએચસીમા 100 વ્યક્તિના રસીકરણમા 94 લોકોએ સાંજના 5 વાગ્યા સુધી રસી લીધી હતી. જ્યારે ગઢબોરીયાદમા 100ની સામે 50 લોકોએ રસી લીધી હતી. એકંદરે 18 પલ્સ ઉપરના વ્યક્તિનું રસીકરણ શરૂ થતા નસવાડી સીએચસી સ્ટાફ પણ જેમને રજિસ્ટ્રેશનમા મુશ્કેલી પડતી હતી. તેઓને મદદરૂપ બન્યા હતા અને જેમને રસી માટે મુશ્કેલી સર્જાય હતી. તેમના પ્રશ્ન પણ હલ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...