તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગણવાડીનું મકાન નથી:નસવાડી ટાઉનમાં 3 વિસ્તારમાં બાળકો નવીન આંગણવાડીના મકાનથી વંચિત

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેમણ કોલોની, ગ્રા. પંચા. અને મદનઝાપામાં આંગણવાડીનું મકાન નથી
  • હાલમાં નસવાડી તાલુકામાં 36 આંગણવાડી કેન્દ્રોનું નવું કામ ચાલી રહ્યું છે

નસવાડી તાલુકામા 212 ગામ છે. તાલુકાનું મુખ્ય નસવાડી મથક છે. પરંતુ નસવાડી ટાઉનમા આંગણવાડીનો અભાવ છે. નસવાડી ટાઉન મોટો વિસ્તાર છે. ત્યારે નસવાડી ટાઉનમા રાયણઘોડા, વાલપુરા, દરબારગઢ આ ત્રણ જગ્યાએ આંગણવાડી ચાલે છે એ મકાન આંગણવાડીના છે. જ્યારે નસવાડીના ભરચક વિસ્તાર મેમણ કોલોની, તેમજ નસવાડી ગ્રામ પંચાયતની આજુબાજુના વિસ્તાર અને મદનઝાપા વિસ્તારમા આંગણવાડીના મકાન નથી. જેને લઈ ગ્રામ પંચાયતના નાનકડા હોલ તેમજ અન્ય મકાનમાં બાળકોને બેસાડી શિક્ષણ અપાય છે.

નસવાડી ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને મૌખીક જાણ કરાઈ હતી. પણ નિયામકને નસવાડી ગ્રામ પંચાયત દ્વારા જાણ કરાઈ. સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવીના પત્રથી પણ ભલામણ કરાઈ. છતાંય નસવાડી ટાઉનના વિસ્તારમા આંગણવાડીનું મકાન જ નથી. હાલ તાલુકાની 36 આંગણવાડીના કામની વાતો થાય છે. પરંતુ તાલુકાના વડું મથક નસવાડીના બાળકો આંગણવાડીમા મકાનથી વંચિત છે. આંગણવાડીની બહેનો પણ મકાન ન હોય પૂરતી સુવિધાઓ ન હોય અદાજિત 100થી બાળકોને કયા બેસાડી પાયાનું શિક્ષણ આપે તેની ચિંતા વર્ષોથી કરે છે.

અન્ય સમાચારો પણ છે...