છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તક જિલ્લાના 6 તાલુકા મા 6 તાલુકા પંચાયત કાર્યરત છે. જેમાં દરેક તાલુકા પંચાયતમાં અલગ અલગ કચેરીઓ આવે છે. અને જે તે કચેરીમાં અરજદારો કામ માટે આવતા હોય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ડે ડીડીઓ દ્વારા જિલ્લાની દરેક તાલુકા પંચાયતમાં ઇન્સ્પેકશનને લગતી કામગીરી કરાઈ હતી. જેમાં એક વ્યક્તિ દરેક કચેરીના રજિસ્ટરથી લઈ દરેક બાબતની ચકાસણી કરી હતી. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે વહીવટ માટે તાલુકાની કચેરીઓમાં જે તે અધિકારીઓ કર્મચારીઓ જવાબદારીપૂર્વક કામગીરી કરે છે કે નહીં તે બાબતે ખાસ આ ઇન્સ્પેકશન હાથ ધરાયું હતું.
નસવાડી તાલુકા પંચાયતમાં સરકારી કર્મચારીઓ આવે છે અને જાય છે તે બાબતે જે તે વખતના જિલ્લા કલેકટર વિજય ખરાદીએ જિલ્લાની તમામ કચેરીઓમાં બાયોમેટ્રિક સિસ્ટમ કાર્યરત કરાવી હતી. જે સિસ્ટમ હવે કોઈ વાપરતું નથી અને બંધ પડી છે. ત્યારે તે સિસ્ટમ કાર્યરત થાય તો સરકારી કચેરીમાં આવતા કર્મચારીઓ સમય મુજબ આવે અને જાય અને અરજદારોના કામ કરે. આ બાબતે જિલ્લાના અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. ડે ડીડીઓ કચેરીમાં ઈન્સપેક્શન હાથ ધરવા આવતાં કર્મચારીઓમાં દોડાદોડ મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.