કામગીરી:છોટાઉદેપુરમાં દવા બિયારણ ખાતરની 39 દુકાનોમાં ક્વોલિટી વિભાગનું ચેકિંગ

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડીની દુકાનોમા ચેકિંગ હાથ ધરાયુ હતું. - Divya Bhaskar
નસવાડીની દુકાનોમા ચેકિંગ હાથ ધરાયુ હતું.
  • જિલ્લામાં 47.73 લાખનો જથ્થો અટકાવાયો : નસવાડીમાં માત્ર 4 દુકાનો ખુલ્લી રહી
  • અન્ય 10થી વધુ દવા બિયારણની દુકાનો બંધ કરી વેપારી જતા રહ્યા

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા દવા બિયારણ ખાતરની 39 દુકાનોમા સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં 47.73 લાખનો જથ્થો અટકવાયો હતો. ચેકિંગ આવતા દવા બિયારણની દુકાનો બંધ કરી વેપારીઓ રવાના થયા હતા.

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામા દવા બિયારણ ખાતરની મોટી માત્રમાં દુકાનો આવેી છે. હાલ ચોમાસાના વરસાદના આગમન પહેલા ખેડૂતો દવા બિયારણ ખાતરની ખરીદી શરૂ કરી છે. જેમાં ખેડૂતોને ગુણવતા મુજબનો વ્યવસ્થિત દવા બિયારણ ખાતર મળે તે હેતુથી વડોદરા વિભાગના 7 જિલ્લાના અધિકારી એમ. એમ. પટેલ સંયુક્ત ખેતી નિયામક વડોદરા દ્વારા અન્ય જિલ્લાના ખેતી નિયામકની ટીમો બનાવી છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામા 3 દિવસ સુધી દવા બિયારણની 39 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું.

જેમાં 34.25 કવિન્ટલ બિયારણ, 264 લીટર દવા, મળી કુલ 47.73 લાખનો જથ્થો વેચાણ કરતો અટકવાયો છે. જેમાં અસંખ્ય દુકાનોમા ક્ષતિ જોવા મળતા તેમને જેમાં ખાસ પ્રીનસીપલ સર્ટીફીકેટ ન હોય નોટિસો અપાઈ છે. આ ચેકિંગમા વિજયસિંહ સોલંકી નાયબ ખેતી નિયામક ભરૂચ, સાથે વિપુલભાઈ પરમાર મદદનીશ ખેતી નિયામક છોટાઉદેપુર, સાથે ક્વોલિટી કન્ટ્રોલ છોટાઉદેપુરના અધિકારી પણ આ કામગીરીમા જોડાયા હતા.

નસવાડી ટાઉનમા આ ચેકિંગ આવતા જ ફક્ત 4 મોટી દુકાનો ખુલ્લી હતી અને દસથી વધુ બિયારણ દવાની દુકાનો વેંચતા વેપારીઓ પોતાની દુકાનોના શટલ પાડી રવાના થયા હતા. તેઓ પાસે દવા બિયારણ વેચવાનું સર્ટી છે કે નય તેની હવે અન્ય દુકાનો ખુલ્લી હતી. ત્યાં ક્વોલિટી વિભાગે તપાસ કરતા ભારે ચર્ચા ઉઠી છે. આ બાબતે છોટાઉદેપુર ના મદદનીશ ખેતી નિયામક દ્વારા આ દુકાનો ખુલશે પછી ચેકિંગ કરી કાર્યવાહી કરીશું નું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...