તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રને શીખ:ગ્રામજનો દ્વારા કોઝવેના સ્બેલના ધોવાણનું સમારકામ કરાયું

નસવાડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાનાંવાટથી હાંડલીના ડામર રોડ પર તૂટેલા કોઝવેની મતામત ન થતાં રોષ
  • ચોમાસામાં કોઝવે પર પાણી ફરી વળતાં 5 ગામ ફરી ગ્રામજનોને જવાનો વારો

નસવાડીના નાનાંવાટ થી હાંડલી નાનીઝરી લાવાકોઈ ડામર રોડ નસવાડી પંચાયત માર્ગ મકાનનો આવેલ છે. જે ડામર રોડ પર નાનાંવાટથી હાંડલી ગામ તરફ જતા રોડ પહેલા કોતર પર કોઝવે બનાવેલ છે. જે કોઝવે સતત 3 વર્ષથી ધોવાતો હોઇ આખરે કોઝવેની દીવાલ સ્લેબ બધું તૂટી ગયેલ છે. સાથે કોઝવે પર વધુ પાણી આવતા ડામર રોડ પણ ધોવાયો છે.

સતત 3 વર્ષથી કોઝવેના ઉપરના સ્લેબ સાથે દીવાલ તૂટી ગઈ છે. જેને લઈ હાંડલીના ગ્રામજનો દ્વારા નાનાંવાટ ગામે સરકારી તંત્ર પણ બેઠકમા રજૂઆત કરાઈ હતી. છતાંય કોઈ ધ્યાન આપ્યું નથી અને ગ્રામજનો રોડ પર અવર જવર કરવા માટે મુશ્કેલી છે. આંખરે કોઈ સાંભળતું ન હોય ગ્રામજનો કોઝવે પર ભેગા થયા હતા અને કોઝવેના સ્લેબના ધોવાણ પર વાહનો પસાર થાય તેમ માટી પુરાણ કરી હતી.

દર વર્ષે ચોમાસામા ગ્રામજનો દુઃખ ભોગવે છે. એક વખત તો બાઈક સવાર તણાયો હતો તેને માંડ માંડ બચાવ્યો હતો અને કોઝવે પર પાણી હોય તો રાતાકાદવ નાનાવાટ, કપરાલી, લાવાકોઈ, નાનીઝરી ફરી 10 કિલોમીટરનું અતર કાપીને હાંડલીના ગ્રામજનોને જવું પડે છે.

ઊંચો પુલ બને તેવી અમારી માગ છે
સરપંચ સાથે બધા ગ્રામજનો ભેગા થયા છે માટી પુરાણ કર્યું છે. કોઈ સાહેબ અમારી મુશ્કેલી જોવા આવતા નથી. ઉંચો પુલ બને તો સારું. ચોમાસામા બહુ દુઃખ પડે છે. બધા ગામ ફરી અમારે જવું પડે છે. > જશુભાઈ રાઠવા, ગ્રામજન, હાંડલી

અન્ય સમાચારો પણ છે...