તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બૂટલેગર ફરાર:રામાપલસાદી રોડ પરથી બાઈક સાથે વિદેશી દારૂનો જથ્થો પકડ્યો

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકામાં અસામાજિક પ્રવૃતિને નાબૂદ કરવા નસવાડી પોલીસ સક્રિય બની કામગીરી કરે છે. તેવામાં નસવાડી પીએસઆઈ સી.ડી.પટેલને બાતમી મળેલ કે નસવાડીના ડુંગર વિસ્તારના જંગલના રસ્તેથી વિદેશી દારૂ બાઈક પર હેરાફેરી થાય છે. જે બાતમીને લઈ રામાપરસાદી ગામે વહેલી સવારના નસવાડી પોલીસે એક બાઈક સવાર બાઈક પર વિદેશી દારૂ લઈ જતો હોય તેનો પીછો કર્યો હતો.

પરંતુ પોલીસ પાછળ પડી હોય બાઈક સાથે વિદેશી દારૂ લઈ જતો બૂટલેગર ફેંકી જંગલના રસ્તે ભાગી ગયો હતો. તેને પોલીસ પકડવા દોડી પણ પકડાયો ન હતો. બાઈકની કિંમત 40 હજાર અને વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડ કુલ રૂ 28,300નો આમ નસવાડી પોલીસે બાઈક અને વિદેશી દારૂ મળી કુલ 68,320નો મુદ્દામાલ પકડ્યો છે. જ્યારે બૂટલેગર ફરાર થયો છે તેને પકડવા ડુંગર વિસ્તારના ગામડામાં દોડાદોડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...