મોનિટરિંગનો અભાવ:સંજીવની યોજનાના દૂધના 60 પાઉચનું કેરેટ હરીયાબાર ગામ બહાર બાંકડા પર પડી રહ્યું

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
હરીયાબાર ગામે બાંકડા ઉપર દૂધ સંજીવની યોજના ના 60 પાઉચ  નું કેરેટ પડી રહેતા બાળકો દૂધ થી વંચિત રહ્યા. - Divya Bhaskar
હરીયાબાર ગામે બાંકડા ઉપર દૂધ સંજીવની યોજના ના 60 પાઉચ નું કેરેટ પડી રહેતા બાળકો દૂધ થી વંચિત રહ્યા.
  • હરીયાબારના 60 બાળકો દૂથથી વંચિત રહ્યાં
  • ગામોમાં દૂધ સંજીવની યોજનાના મોનિટરિંગનો અભાવ
  • કેટલીક જગ્યાએ દૂધ ખુલ્લામાં પડી રહેતું હોવાથી શ્વાન દૂધ પી જાય છે

રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોમાં કુપોષણ દૂર થાય તે માટે આંગણવાડીના બાળકોને રોજ બાળક દીઠ એક દૂધની થેલી આપે છે. પરંતુ ગામડાઓમાં ચાલતી આંગણવાડીઓમાં દૂધ સમયસર પહોંચતુ નથી. આંગણવાડીમાં દૂધ પહોંચાડવાની જગ્યાએ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે. તેનો વરવો નમૂનો બહાર આવ્યો છે.

હરીયાબાર ગામે આંગણાવાડીના બાળકોનું દૂધ ગામ બહાર રોડ ઉપર બાંકડા ઉપર સવારથી સાંજ સુધી પડી રહ્યું હતું. સરકાર દૂધ વિતરણ માટે લાખ્ખોનો ખર્ચ કરે છે. પરંતુ પૂરતી કાળજી લેવાતી ન હોય જેને લઈ દૂધ સંજીવની યોજનાનું દૂધ પડી રહ્યું હતું. 60 પાઉચ દૂધ ના કેરેટ મા પડી રહ્યા હતા. ખુલ્લામા કેટલીય જગ્યા એ તો દૂધ શ્વાન પી જતા હોય છે.

નસવાડી તાલુકાના આંગણવાડીના બાળકો તંત્રની બે જવાબદારીને લઈ બાળકોને દૂધથી વંચિત રહ્યા છે. હવે આ બાબતે તપાસ કરી દરરોજ ગામડાના બાળકોને દૂધ સંજીવની યોજનાનું દૂધ મળે તેવી વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...