સરકાર હાલ 5 વર્ષ આપણી સરકારની ઉજવણી કરે છે. સાથે સરકારી તંત્ર હાલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વ્યસ્ત છે. બધું જ આદિવાસીના નામથી થાય છે. પરંતુ નસવાડીના ડુંગર વિસ્તારના સાંકડીબારી, ગનીયાબારી આ બન્ને ગામમાં હાલ ખાનગી ફોર વ્હીલર વાહન જઈ શકતું નથી. પરિસ્થિતિ એવી છે છતાંય સરકારી તંત્ર ધ્યાન આપતું નથી.કારણ કે હવે કોઈ ને કઈ પડી નથી. નિયમ મુજબ રેવન્યુ વિલેઝ સુધી રસ્તાની પરિસ્થિતિ જોવાની જવાબદારી છોટાઉદેપુર જિલ્લા માર્ગ અને મકાનની છે.
પરંતુ અધિકારીઓ ઓફિસથી ગ્રાઉન્ડ જીરોની પરિસ્થિતિ જોવા તૈયાર નથી. ફકત ઓર્ડર કરે છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના છોટીઉંમરથી કુપ્પા અને પછી સાકડીબારી પછી ગનીયાબારી ગામ જવાય છે. પરંતુ વરસાદ બાદ હજુ પણ આ ગામમાં જઈ શકાતું નથી. ગ્રામજનોને એવી આશા હતી. સરકારી તંત્ર કાચા રસ્તાની પરિસ્થિતિ જોવા આવશે પરતું કોઈ જોવા ન આવતા સાકડીબારીના ગ્રામજનો મોટું વાહન જીપ ગામમાં આવે તે માટે કાચો રસ્તો સરખો કરી રહ્યા છે. બે ગામના ગ્રામજનો હાલ તો પગપાળા જ અવર જવર કરી રહ્યા છે.
જે કેટલી મજબૂરી હશે તે વિચારવા જેવું છે. સાકડીબારીના ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકાર આદિવાસી દિવસની ઉજવણી કરે છે એનો કોઈ વિરોધ નથી. પરંતું સરકારે આ વિસ્તારના ગ્રામજનોની પરિસ્થિતિ જોવા આવવું જોઈએ. માર્ગ મકાન વિભાગ દ્વારા હજુ આ રસ્તા મંજૂર કરાયા ન નથી. પરંતુ પ્રાથમિક સુવિધા ગ્રામજનોને આપવી જવાબદારી છે છતાંય ધ્યાન અપાયું નથી. રસ્તા સરખા ન હોય સાકડીબારી, ગનીયાબારીના જીપ માલિક છોટીઉંમર અથવા વાડિયા ઉભી રાખવા મજબૂર બન્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.