તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:100% રસીકરણ માટે મામલતદાર સહિતની ટીમના ગામડાઓમાં ધામા

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીના ગામડાઓમાં લોકો સવારના મજૂરીએ જતા રહેતા હોઇ અધિકારીઓને ભારે મહેનત
  • ઘરે ઘરે ફરી વેક્સિન લેવા લોકોને તૈયાર કરવામાં આવે છે

નસવાડી મામલતદાર દ્વારા વેક્સિન કેન્દ્રોની મુલાકાત દરમિયાન જે લોકો ઘર બંધ કરી ખેતરો તેમના બંધ ઘરની મુલાકાત કરી વેક્સિન લેવા સમજ આપી હતી. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા ગામડામાં 100 ટકા વેક્સિન થાય માટે નસવાડી મામલતદાર, ટીડીઓ સાથે અન્ય અધિકારીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નોડલની જવાબદારી સોંપી છે. જેને લઈ નસવાડી મામલતદાર જી.આર. હરદાસણી વેક્સિન કેન્દ્રોની મુલાકતે નીકળ્યા હતા. હરિયાબર ગામે વેક્સિન લેવા આશાવર્કરના સમજાવ્યા બાદ પણ આગળ આવતા ન હોય અને ઘર બંધ કરી ખેતરો તેમજ અન્ય કામગીરી માટે જતા રહ્યા હતા.

આશાવર્કર આ બાબતે મામલતદારને જણાવતા નસવાડી મામલતદાર જાતે ગ્રામજનોને વેક્સિન લેવા સમજ આપી હતી. બંધ ઘર હતા તે ઘરની મુલાકાત કરી હતી. એકંદરે મામલતદારની મુલાકાત બાદ વેક્સિન માટે ગ્રામજનોમાં આવ્યા હતા. ગ્રાઉન્ડ 0 પર દરેક અધિકારી પોતાના ફિલ્ડની જવાબદારી સમજી ગ્રામજનો સુધી પહોંચે અને વેક્સિનને લગતી બાબત વ્યવસ્થિત સમજાવે તો 100 ટકા નસવાડી તાલુકાના ગામડા 100 ટકા વેક્સિન થાય.

પરંતુ કેટલાંય અધિકારીઓ નોડલ બન્યા છે. પરંતુ ગામડામાં જતા નથી અને ફકત રસીકરણના આંકડા ટેલિફોનિક લઈ જિલ્લા તંત્રને મોકલી આપે છે. ગામડામાં જાય તોય ફક્ત ફોટો સેશન કરાવી પરત આવી જતા હોય છે. હવે નાના કર્મચારીઓ જે ગ્રાઉન્ડ 0 પર કામગીરી કરે છે ત્યાં ભારે ચર્ચાઓ ઉઠી છે.

સતત કેમ્પ કરે તો વેક્સિનેશન સફળ થાય
વેક્સિનેશનમાં ગામડાના લોકો તંત્રને હંફાવી રહ્યા છે. સવારમાં ટીમ વેક્સિનેશન માટે પહોંચે તે પહેલા ગામડાના લોકો કામ માટે જાય અથવા ઘર બંધ કરી ખેતરોમાં જતા રહે છે. તંત્ર અધિકારીઓ સાથે રહી એક ગામમાં 5 દિવસનો સતત કેમ્પ કરે તો 100 ટકા વેક્સિનેશન થઈ જાય તેવી હવે ચર્ચા જેમને વેક્સિન લીધી છે તેઓમાં ચર્ચા ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...