બેદરકારી:બ્રાન્ચ કેનાલનું પાણી માઈનોર કેનાલમાં છોડ્યું, ખેતરોની જગ્યાએ ખેડૂતોના ઘરે પહોંચી ગયું

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાપરીયાના ખેડૂતોના ઘર સુધી પાણી કેનાલના પોહચ્યાં હતા. જે તસવીરમાં જણાય છે. - Divya Bhaskar
ખાપરીયાના ખેડૂતોના ઘર સુધી પાણી કેનાલના પોહચ્યાં હતા. જે તસવીરમાં જણાય છે.
  • નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન આપતા ન હોવાના કારણે ખેતરો અને ઘરો બંનેને નુકસાન થાય છે
  • સોનગામથી ખાપરીયા જતી નર્મદા નિગમની માઈનોર કેનાલમાં મોટી માત્રામાં લીકેજ છે

નસવાડી તાલુકામાં ખેડૂતોના ખેતરો સુધી બ્રાન્ચ અને માઈનોર કેનાલમાં પાણી છોડ્યા બાદ પાણી પહોંચે છે. પરંતુ વર્ષો જૂની કેનાલ જર્જરિત છે અનેક કેનાલ લીકેજ છે અને પાણી છોડ્યા બાદ પાણી માઈનોર કેનાલનું ક્યાં જાય છે તે કોઈ જોતું નથી. જેનો ઉત્તમ પુરાવો વાડિયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડ્યા બાદ તેનું પાણી સોનગામ, ખાપરિયા, બરોલી માઈનોર કેનાલમાં છોડાયું છે. પરંતુ જે પાણી છોડાયું પછી તે પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યું નથી અને સીધું ખાપરિયા ગામના ખેડૂતોના રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યું છે.

ખાપરિયા ગામના ખેડૂતોના ઘર આગણ ઘૂંટણસમા કેનાલના પાણી ભરાયા છે. નર્મદા નિગમના કેવડિયા ખાતે રહેતા અધિકારીઓને જાણ કર્યા બાદ પણ તેઓ માઈનોર કેનાલના ઉભરાતા પાણીના પ્રશ્ન હલ કરતા નથી. સોનગામથી ખાપરીયા જતી માઈનોર કેનાલમાં મોટી માત્રમાં લીકેજ છે.

ખેડૂતોના ખેતરોમાં પણ પાણી પહોંચતું નથી અને બિનજરૂરી પાણી કોતરોમાં પણ જતું રહે છે. જે ખેડૂતોને પાણીની જરૂર નથી તેના ખેતરો પાણી થી ભરાઈ જાય છે. અનેક ખેડૂતોના પ્રશ્નો છે. જે નર્મદા નિગમને લગતા છે છતાંય બેજવાબદાર અધિકારીઓ ધ્યાન આપતા નથી. વર્ષોથી નસવાડી તાલુકાના ખેડૂતો કેનાલના પાણીના પ્રશ્ન બાબતે હેરાન છે છતાંય કોઈ નેતાઓ ધ્યાન આપતા નથી.

બધે રજૂઆત કરી છે છતાં પ્રશ્ન હલ થતો નથી
કેવડિયા, તિલકવાડા, ડભોઈ આ ત્રણ કચેરીથી નસવાડી તાલુકાની બ્રાન્ચ, માઈનોર કેનાલની દેખરેખ થાય છે. ક્યાંક પાણી નથી મળતું. ક્યાંક મળે તો ખેતરો ઉભરાઈ છે. ખેડૂતોના પ્રશ્ન હલ થતાં નથી. બધી કચેરી રજૂઆત કરી છે. > કાળુંભાઈ રાઠવા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...