તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:રેશનકાર્ડમાં મળતા કેરોસીનનો ભાવ 37.58 થતા BPL કાર્ડ ધારકો ચિંતિત

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડીમાં કેરોસીન લેતા રેશનકાર્ડ ગ્રાહક. - Divya Bhaskar
નસવાડીમાં કેરોસીન લેતા રેશનકાર્ડ ગ્રાહક.
 • 2014ની સરખામણીએ ત્રણ ગણો ભાવ વધતાં મુશ્કેલી
 • દર મહિને ઓનલાઈન ભાવ વધારાને લઈ ગરીબ લાભાર્થીઓ મુશ્કેલીમાં

નસવાડી તાલુકામા 42 સસ્તા અનાજની દુકાનો આવેલ છે. જે દુકાનોમાંથી રેશનકાર્ડ ગ્રાહકોને સસ્તા અનાજ મળે છે. પરંતુ સસ્તું અનાજ હાલ કારમી મોંઘવારીમા મોંઘું થયું છે. જેમાં ગરીબોને કેરોસીન સસ્તા દરે 2014મા 13 રૂપીએ લીટર મળતું હતું. જ્યારે હાલ 37.58 રૂા. લીટર થયું છે અને સતત ભાવ વધારો થઈ રહ્યો છે. સરકારે બધી જ ઓન લાઈન સિસ્ટમ લાગુ કરી હોય જેને લઈ જાન્યુઆરી માસમા 32.36, ફેબ્રુઆરી માસમા 34.61, માર્ચમા 37.58 થયો. આમ દર મહીને કેરોસીનના ભાવ સતત વધતા રહેતા હોય જેને લઈ ગરીબ રેશનકાર્ડ ગ્રાહકો ચિંતિત બન્યા છે.

એક વ્યક્તિ દીઠ બે લીટર કેરોસીન મળે છે. જયારે નસવાડી તાલુકામા 7817 બીપીએલ રેશનકાર્ડ ગ્રાહકો અને 2831 અંત્યોદય રેશનકાર્ડ ગ્રાહકોને આ કેરોસીન આપવામાં આવે છે. અંદાજીત 40 હજાર લીટરથી વધુ કેરોસીન નસવાડી તાલુકામા આવે છે. હાલ તો મીઠું ઝેર હોય તેમ કેરોસીનના ભાવ ધીમે ધીમે વધે છે. જેની ચર્ચા પણ ધીમી ધીમી હવે રેશનકાર્ડ ગ્રાહકોમા ઉઠી છે. 2014મા કેરોસીન રૂા. 13 લીટર હતું.

તે હવે 37 રૂા.થી વધુ ભાવે પહોંચ્યું છે. ત્યારે ત્રણ ગણો ભાવ વધતા હવે ગરીબો મુશ્કેલીમા મુકાયા છે. સરકારે કેરોસીન બંધ કરી ગેસના બોટલો આપ્યા. સબસિડીઓ બંધ થઈ છે. હાલ જે બોટલો શરૂઆતમા 400મા ભરાતા હતા, તે 800 રૂા.થી વધુમા ભરાઈ રહ્યા છે. ત્યારે વાહ વહી કરતી સરકારની કારમી મોંઘવારીમા હાલ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ પિસાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો