તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નસવાડીના કંકુવાસણ રોડની બાજુમાં ખોદેલા બોક્ષ કટિંગની કામગીરી અધૂરી

નસવાડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક માસ બાદ પણ કામગીરી અધૂરી રહેતા વાહન ચાલકોને પડતી હાલાકી

નસવાડીથી તાલુકા સેવાસદન અને કોલું, કંકુવાસણ, મીઠીવાવ આ ડામર રોડ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની દેખરેખમાં આવે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડની સાઈડમા મેટલ ભરી રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે કામગીરીમાં રોડની બાજુમા મેટલ ભરવા માટે બોક્ષ કટીંગ કરાયું છે. જેને લઈ રોડની બાજુમા મોટું વાહન આવે તો મુશ્કેલી પડે છે. પરંતુ છેલ્લા એક માસથી આ રીતે આખા રોડ પર બોક્ષ કટીંગ કરાયા છે. અને તેમાં મેટલ ભરી રોલીગ કરવાની કામગીરી કરવાની છે.

પરંતુ જે બોક્ષ કટીંગ કરાયા છે. તેમાં ચોમાસાના વરસાદ પહેલા કામગીરી કરાઈ હોઇ હાલ ઘાસ અને ઝાડી ઝાંખરા ઉગવા લાગ્યા છે. પરંતુ મેટલ ન ભરાતા અદાજીત 10થી વધુ ગામના લોકોને મુશ્કેલી છે. જ્યારે કામગીરી કરવાની ન હોય તો આ રીતે બોક્ષ કટીંગ કર્યા બાદ ખુલ્લું મૂકી રાખવાનો શું મતલબ? આ રોડ પર કોલું ડેરી આવેવી છે. જે ડેરી પર ટેન્કર દૂધ લેવા આવ્યું હોતું. અને ટ્રેકટર રોડ પર પાઈપ ભરેલું પડ્યું હોવાથી ટેન્કર પસાર ન થઈ શકતા આખરે કોલું ડેરી પર 20 કિમી ખાપરિયા રોડ થઈ ડેરીમાં દૂધ લેવા ગયું હતું.

‘નસવાડી આર એન્ડ બીના ચાર હાથ એજન્સી પર હોઇ અધિકારીઓ ધ્યાન આપતા નથી. એક માસથી મેટલની કામગીરી કરાઈ નથી. તો પછી આમ જનતા હેરાન થાય તેવી કામગીરી શુ કરવા કરાય છે’ તેમ ગ્રામજનોએ જણાવ્યું છે. તમારી સવલતથી કામગીરી કરવાની હોય તો પછી આ રીતે રોડની બાજુ બધું પહેલાથી ખોદવાનો શું મતલબ? રોડની કામગીરી જલ્દી શરૂ કરાય તેવી ગ્રામજનોની માગ છે. અથવા ઓફીસે બેસી રહેતા અધિકારીઓ સ્થળ વિઝિટ કરી ગ્રામજનોને સાંભળે અને ક્યારે કામ શરૂ થશે તે જણાવી પ્રશ્ન હલ કરે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...