લોકમાગ:નસવાડી ગ્રામ પંચાયતે કરેલો બોર વરસથી બિનઉપયોગી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતને માત્ર નાણાં ઉપાડવામાં રસ - પ્રજા
  • પંચાયત તાત્કાલિક બોર શરુ કરાવે તેવી લોકમાગ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની નસવાડી જૂથ ગ્રામ પંચાયત સૌથી મોટી ગ્રામ પંચાયત છે. વર્ષે અદાજીત એક કરોડથી વધુ વેરા ઉઘરાવતી ગ્રામ પંચાયત છે. પરંતુ ગ્રામ પંચાયતના પારદર્શક વહીવટને લઈ કોઈ ધ્યાન આપતું નથી. નસવાડી જૂથ ગ્રામની હદમાં આવતી સોસાયટીથી લઈ વિસ્તાર તેમજ અન્ય જરૂરિયાત વાળી જગ્યાઓ પર પાણીની સુવિધાને લઈ નસવાડી તાલુકા પંચાયત મારફતે અલગ અલગ યોજનામાં બોર મોટર મંજૂર થયા. જે બોર મોટર નસવાડી ગ્રામ પંચાયત દ્વારા જેતે સોસાયટી અને વિસ્તારમાં કરવામાં આવ્યા છે.

પરંતુ તે બોર મોટર હજુ બિનઉપયોગી પડી રહ્યા છે. સ્થાનિકોની પણ નસવાડી ગ્રામ પંચાયતમાં રજૂઆત થઈ કે આ બોર કર્યા બાદ મોટર નાખીને મૂકી રાખવા કરતા પાણીની લાઈનમાં આ પાણી ચાલુ કરો તો સારુ, પરંતુ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી આ બોર મોટરના નાણાં ઉપાડવામાં રસ રાખી નાણાં ઉપાડ્યા બાદ હવે બિનઉપયોગી પડી રહેલ બોર મોટર તરફ કોઈ ડોક્યું પણ કરતું નથી. જેને લઈ સોસાયટી અને વિસ્તારના લોકો સરકારલક્ષી યોજનાનું કામ થયા બાદ કોઈ ધ્યાન આપતું ન હોય નસવાડી ટીડીઓ આ બાબતે નસવાડી ગ્રામ પંચાયત પાસે રિપોર્ટ માગી તત્કાલ પડી રહેલ બોર શરૂ કરાવે તેવી સ્થાનિકોની માગ છે.

ગ્રામ પંચાયત ધ્યાન આપતી નથી
બોર કર્યા મોટર નાખી ગ્રામ પંચાયત પેમેન્ટ લઈ લીધા, હવે વીજ કનેકશન વગર બોર બિન ઉપયોગી પડી રહ્યા છે. એનો શું મતલબ બે લાખના બોર નકામા પડ્યા છે. અન્ય વિસ્તારમાં પણ આવું જ છે. આ બોર ચાલુ કરવા જોઈએ પાણીની મુશ્કેલી આજે પણ સોસાયટી અને અન્ય વિસ્તાર મા છે. તો હલ થાય આ બાબતે ડીડીઓ,ટીડીઓ ધ્યાન આપે.> દિનેશ ગોડ, સ્થાનિક રહીશ, નર્મદા સોસાયટી, નસવાડી.

અન્ય સમાચારો પણ છે...