ભાસ્કર વિશેષ:ગોધામ, કસુંદરમાં CMGSYના બોર્ડ જમીન દોસ્ત કરાયાં

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 કિમીના નવા બનેલા રસ્તા પર આડેધડ પાણીની લાઈન ખોદી નંખાતાં રોષ

નસવાડી નજીક આવેલ ગોધામ ગામથી કસુંદર જવાનો 4 કિમીનો રોડ ચાર મહિના પહેલા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બનાવાયો છે. જે રોડ બન્યાના હજુ મહિના થયા છે. ત્યાંતો સરકાર લક્ષિ પાણીની યોજનાને લઈ કામગીરી ચાલે છે. જે પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમા આડેધડ જેસીબીથી કોઈ જાતનું નિરીક્ષણ કર્યા વગર બસ સરકારનું કામ છે ફટાફટ કરો કરીને લઈ રોડને નુકશાન કરાયું છે. સાથે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના બોર્ડને જમીન દોસ્ત કરવામાં આવ્યા છે.

વર્ષો પછી જે રોડ સરકાર મંજુર કરે અને કામ થયા બાદ પાણીની યોજનાને લઈ કામગીરી શરૂ થાય એટલે સારા પાકા ડામર રોડ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ગ્રામજનો પાણીની લાઈન નાખવા બાબતે રજુઆત કરે તો સરકારનું કામ છે પાછળથી પ્રોબ્લમ આવશે. તેમ કામ કરનારી એજન્સીઓના માણસો જણાવે છે. એટલે એક જ સરકારના બે વિભાગ જે રોડખાતુ વર્ષો પછી સારા રોડ બનાવે અને પાછળથી પાણીની લાઈન નાખવાની કામગીરીને લઈ એજ રોડને નુકશાન કરાય છે.

હાલ તો ગોધામ પાટીયા પાસે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના બોર્ડ જમીન દોસ્ત કરાયા છે. આજુબાજુના ગ્રામજનો પાણી પુરવઠા વિભાગ અને પાણીની લાઈન નાખવાનું કામ કરનાર એજન્સી સામે રોષે ભરાયા છે. આડેધડ કરાતી કામગીરીને લઈ રાજ્યના પાણી પુરવઠા સચીવને જાણ કરવાની વાત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...