છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિંડા શિક્ષણ સંકુલમા 80 શિક્ષકો હડતાલ પર છે. તેઓના બાકી પગાર તેમજ એરિયર્સની માગ છે. તે રાજ્ય સરકારના પરિપત્ર બાદ પણ તેનો છોટાઉદેપુર જિલ્લા પ્રાયોજના દ્વારા અમલ કરાયો ન હોય જેને લઈ શિક્ષકો અનેક રજુઆત કરીને ન છૂટકે હડતાલ પર બેઠા છે.
હાલ શિક્ષકો અલગ અલગ કાર્યકમો કરી તેમની હડતાલને આંદોલન તરફ લઈ જઈ રહ્યા છે. અને હાલ ભાજપની સરકાર છે. અને ભાજપની વાહ વાહ છે. અને રાજ્યના ટ્રાયબલ મંત્રી નિમિષાબેન સુથાર ભાજપના છે અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી તેઓ છે. ત્યારે હડતાલ પર બેસેલા શિક્ષકો દરેક નેતાઓને આ બાબતે રજૂઆત કરી છતાંય પ્રશ્ન હલ થયો નથી નું તેઓ જણાવ્યું છે.
ત્યારે હવે લિંડા શિક્ષણ સંકુલમાં બેસેલા શિક્ષકોની મુલાકત છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના યુવાનોએ લીધી હતી અને તેમના પ્રશ્ન તેમજ સરકારનો જે પરિપત્ર છે તે બધું જોયા બાદ શિક્ષકોની વાત સાચી લાગી હોઇ તેમના સમર્થનમા સુત્રોચાર કર્યા હતા. યુથ કોંગ્રેસના મહામંત્રી નોફીલ મેમણે કહ્યું હતું ભાજપના નેતાઓનું અધિકારીઓ આગળ કશું ચાલતું નથી જેને લઈને શિક્ષકો હડતાલ પર છે.
યુથ કોંગ્રેસના મહામંત્રી, ઉપ પ્રમુખ, મંત્રી તેમજ અન્ય કાર્યકરો સ્થળ પર શિક્ષકો સાથે હડતાલમા કલાકો સુધી બેઠા હતા. અને યુથ કોંગ્રેસ પણ શિક્ષકો સાથે સમર્થનમા રહી આ વાત કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય થકી સરકારને પોહચડશેનું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.