બેઠક:12 મોંઘલા બેઠકના ભાજપ ઉમેદવારે નામાંકન ભર્યું

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોંઘલા બેઠક પર ભાજપ પક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. - Divya Bhaskar
મોંઘલા બેઠક પર ભાજપ પક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
  • ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જશુભાઈ ભીલે ઢોલ વગાડ્યું
  • જિલ્લા​​​​​​​ મહામંત્રી રાજેશ વડેલીએ થાળી વગાડી આવકાર્યા

નસવાડી તાલુકા પંચાયત સભ્યની 12 મોંઘલા બેઠકની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષે ઉમેદવારી કર્યા બાદ ભાજપ પક્ષ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશમિ વસાવા ,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભેસિંહ તડવી.સાથે નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ અને સાથે તાલુકા અને જિલ્લા ભાજપના ઉચ્ચ હોદ્દેદારો નસવાડી પહોંચ્યાં હતા. 12 મોંઘલા બેઠકના ઉમેદવાર કમલેશ નારણ પરમારએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જશુભાઈ ભીલએ ઢોલ વગાડ્યું હતું અને ભાજપ જિલ્લા મહામંત્રી રાજેશ વડેલીએ થાળી વગાડી ઉમેદવારને આવકાર્યો હતા.

જિલ્લા ભાજપ મહિલા મોરચાની ટીમ પણ નસવાડી આવી ઉમેદવારી પત્ર ભરતી વખતે હાજર હતી. એકંદરે 12 મોંઘલા બેઠક કોંગ્રેસ-ભાજપ માટે સીધો જંગ છે. જ્યારે કોંગેસના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલઆ બેઠક કોંગ્રેસ જીતી ગયું છેનું હમણાંથી જણાવ્યું છે. જ્યારે ભાજપ આ વખતે મોંઘલા બેઠક અમે જીતીશુંનું જણાવ્યું છે. એકંદરે 425 મતથી ભાજપ આ બેઠક હાર્યું હતું. તે જ ઉમેદવારને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારેલ છે અને જીતશે ભાજપ જીતશે વિકાસની વાત કરી છે. કોંગ્રેસ પણ પ્રચારમાં લાગી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...