અકસ્માત:કંડવા પાસે કારચાલકે ટક્કર મારતાં બાઇકસવાર 2ને ઇજા

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલુ વીજલાઈનના થાંભલે અથડાતાં તેના 3 ટુકડા થયા
  • ​​​​​​​વીજલાઈન બંધ ​​​​​​​થતાં મોટી ઘટના ટળી, કારચાલક ફરાર

નસવાડીથી કંડવા રોડ પર શુક્રવારે મોડી રાતે પૂરપાટ જતી કારે આગળ જતી બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર 2 જણાંને ઇજા થઇ હતી. કારની સ્પીડ એટલી બધી હતી કે રોડ પરના ચાલુ વીજલાઇનના થાંબલે અથડાતાં વીજપોલના 3 ટુકડા થઇ ગયા હતા. અકસ્માત બાદ કારચાલક ભાગી ગયો હતો.

શુક્રવારે મોડી રાતે નસવાડીથી કંડવા રોડ તરફ જતી ઇન્ડિકા કાર પુરઝડપે જતી હતી. ત્યારે આગળ જતી બાઈકને પાછળ આવતી કારના ચાલકે અડફટે લીધી હતી. જેમાં બાઈક પર જતા નસવાડીના સિંધીકુવા ગામના બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમને સારવાર માટે નસવાડી દવાખાનામાં લવાતાં એકને વધુ સારવાર માટે રીફર કરાયો છે.

કાર એટલી ઝડપથી આવતી હતી કે ચાલુ વીજ લાઈનના પોલમાં તે અથડાતાં વીજપોલના 3 ટુકડા થઇ ગયા હતા. જેના કારણે વીજ લાઈન બંધ થઈ જતાં મોટી દુર્ઘટના બનતાં ટળી હતી. હાલ તો કાર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર છે. જ્યારે વીજ વાયરો નીચે કાર પાસે અને બાઈકની ઉપર પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...