તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:નસવાડી દેવલીયા રોડે બાઈક-કારનો અકસ્માત, એકનું મોત

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત થયું તે કાર અને બાઇક. - Divya Bhaskar
અકસ્માત થયું તે કાર અને બાઇક.
  • MPનો યુવાન બાઈક પર તેના ગામ જતો હતો, કાર ચાલક ફરાર

નસવાડી દેવલીયા રોડ પર ગુરુવારે મોડી સાંજે ધામસીયા નજીક હાઇવે રોડ પર બાઈક અને કાર સામ સામે ભટકાયા હતા. રોડની મધ્યમાં થયેલો આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કાર અને બાઈકના આગળના ભાગના ફુરચા ઉડયા હતા.

કાર ની એર બેગ પણ ખુલી ગઈ હતી. બાઈક સવારના મોબાઈલ નંબરથી તેના પરિવાર સાથે સંપર્ક કરતાં મૃતક કેમાભાઈ રેલીયાભાઈ ભીલ રહે આંબા ફળિયા, આકડિયા ગામ, તાલુકો શોધવઢ, જિ.અલીરાજપુર હોવાનું જાણવા મળ્યું છે. કાર સવાર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. નસવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે તેમજ માર્ગ પર અકસ્માતને પગલે જામ થયેલો ટ્રાફિક શરૂ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...