ભાસ્કર વિશેષ:ગઢબોરીયાદ ગામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનું ભૂમિપૂજન કરાયું

નસવાડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગઢબોરીયાદમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનું ભૂમિ પૂજન કરાયું. - Divya Bhaskar
ગઢબોરીયાદમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનું ભૂમિ પૂજન કરાયું.
  • સંસ્થાના વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ થકી અનેક લોકો વ્યસન મુક્ત થયા

વિદ્યા વગર દરેક ધર્મનું જ્ઞાન અધૂરું છે. દરેક ધર્મમાં જ્ઞાન જરૂરી છે. ત્યારે નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સમગ્ર વિશ્વમાં ફેલાયેલી સૌથી મોટી અધ્યાત્મિક સંસ્થા છે.

સમગ્ર વિશ્વમાં 137 દેશોમાં 8400 સેન્ટરો છે. જ્યાં રોજ લાખો લોકો અધ્યાત્મિક અને નૈતિક શિક્ષણ ગ્રહણ કરે છે. વ્યસન મુક્તિનું ખુબ મોટું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે અને વ્યસન મુક્તિમાં ભારે સફળતા મળી છે.

ગઢબોરીયાદ ગામમાં ભૂમિપૂજન કરેલ વિદ્યાલયના ભવન નિર્માણ કાર્યમાં આસપાસના લોકો સહભાગી બને એવી આશા બરોડાથી આવેલ બહેનોએ વ્યકત કરી હતી. જ્ઞાન વગર આજનો માનવી પ્રગતિ કરી શકતો નથી અને જ્ઞાન હશે તે વ્યક્તિ બધું જ કરી શકશે તે સત્ય છે. ગઢબોરીયાદ ગામે કાર્યક્રમ સફળ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...