કાર્યવાહી કરવા માંગ:શાળામાં કન્યાઓના પ્રશ્નો મુદ્દે બેજવાબદારોને સસ્પેન્ડ કરવા ભરૂચ સાંસદે મંત્રીને પત્ર લખ્યો

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિંડા શિક્ષણ સંકુલમાં ગુણવત્તા વિનાના ભોજન સહિતના પ્રશ્નો મુદ્દે કાર્યવાહી કરવા માગ

નસવાડીની લિંડા શિક્ષણ સંકુલમાં આદિવાસી કન્યાઓને આપતા ભોજનની ગુણવત્તા તેમજ ઠંડીમાં આદિવાસી કન્યાઓને ઠંડા પાણીથી નાહવું પડે છે. તેમજ અન્ય પ્રશ્નો જે સતત મીડિયાના અહેવાલ થકી ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સુધી પહોંચતા રહ્યા હોય આખરે પરિસ્થિતિ આદિવાસી દીકરીઓના શિક્ષણની હોય અને સરકાર મોટી ગ્રાન્ટ આપે છે. છતાંય આવા પ્રશ્નો ઉભા થતા હોય આવું બીજી વાર બનવું ન જોઈએ કહી ભરૂચ સાંસદ દ્વારા રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી નરેશભાઈ પટેલને પત્ર લખીને લિંડા શિક્ષણ સંકુલમાં જે આદિવાસી કન્યાઓના પ્રશ્ન ઉભા થયા છે તે પ્રશ્નોની સચોટ તપાસ થાય અને આ ગરબડ ફક્ત આદિજાતિ કમિશનરની ઓફિસથી થાય છે. આવી ગરબડ કરનાર વહીવટકર્તાઓ સખતમાં સખત કાર્યવાહી થાય અને લિંડા શિક્ષણ સ્કૂલમાં ઉભા થયેલ પ્રશ્નને લઈ વોર્ડન આચાર્ય, ઈજારદારો શાળા હોસ્ટેલના જવાબદાર અધિકારી તથા જિલ્લા જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેઓને તત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તો ગુજરાતની અન્ય બીજી સંસ્થાઓ આપો આપ સુધરી જશે નો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ પત્રને લઈ છોટાઉદેપુર જિલ્લા આદિવાસી સમાજ સાંસદે આદિવાસી કન્યાઓના પ્રશ્ન બાબતે સરકારમાં લખેલ પત્રની પ્રસંશા કરી છે.

અન્ય સમાચારો પણ છે...