જાહેરાત:નસવાડી APMCમાં લાભ પાંચમથી ખેડૂતોનો પાક જાહેર હરાજીથી લેવાશે

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામે ગામ રિક્ષા ફેરવી આ અંગેની જાહેરાત કરાઈ
  • નસવાડી માર્કેટ સત્તાધીશો વેપારીને બોલાવી ખરીદ કરશે

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. નસવાડી માર્કેટમા ખેડૂતો જે પાક પકવે છે. તે તમામ પાક નસવાડીના બજારમા વેપારીઓ ખરીદ કરે છે. નસવાડીમા ખેડૂતો વેપારીઓને પાક વેંચતા હતા. અને વેપારીઓ નસવાડી APMCને શેષ ફી આપતા હતા. જેને લઈ નસવાડી APMCમા લાખ્ખો રૂપિયાની આવક થતી હતી. હાલ સરકારે શેષ ફી નાબૂદ કરી છે.

નસવાડી APMCમાં વહીવટ કરવો મુશ્કેલ બન્યો છે. જેને લઈ નસવાડી તાલુકાના ખેડૂતોને સારો ભાવ, સાચો તોલ અને રોકડ નાણાં મળે તે હેતુથી નસવાડી APMCના સતાધીશોએ લાભ પાંચમથી નસવાડી APMCમાં ખેડૂત પેદાશ પાકની ખરીદી કરવાની જાહેરાત કરી છે. અને ગામે ગામ રિક્ષા પર માઈકથી બોલીને ખેડૂતો જાહેર હરાજીમા પોતાનો પાક લઈ આવે બાબતે જાણ કરાઈ છે. નસવાડીમા હાલ કપાસની મોટી માત્રમા આવક છે. નસવાડી APMCની જાહેર હરાજીમા વેપારીઓ ભાગ લેવા જણાવી રહ્યા છે.

પરંતુ હજારો કવિન્ટલ કપાસ ખરીદ કર્યા બાદ APMCએ વેપારીઓને સુવિધા આપવી જોઈએ તે પૂરતી છે નહી. જેને લઈ કેટલાક વેપારીઓ કચવાટ પણ અનુભવી રહ્યા છે. આ બાબતે બોર્ડ ઓફ ડિરેકટરોએ વિચાર કરી મોટા પતરાના શેડ તેમજ અન્ય સુવિધાઓ ઉભી કરવી જરૂરી છે. કારણ કે કપાસ તેમજ અન્ય પાક વેપારીઓ ખરીદ કરે તો તેજ દિવસે તેને સ્થળ પરથી હટાવો પડે તેમજ અન્ય મજૂરી ખર્ચ વગેરે પણ વધી જાયની ચર્ચાઓ વેપારીઓ કરી રહ્યા છે. ત્યારે નસવાડી APMC ખેડૂતો અને વેપારીઓ બન્નેના હીત જોઈ ખેડૂતો અને વેપારીઓને પણ જાહેર હરાજીમા સુવિધાઓ આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...