તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબીમાં જ મોત:શંકરવાવ ગામે આવાસનો લાભાર્થી 2 વર્ષથી હપ્તાની રાહ જોતાં જોતાં મૃત્યુ પામ્યો; હવે પત્ની પણ હપ્તાની રાહ જોઈ મરણ પથારીએ પડી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શંકરવાવ આવાસના લાભાર્થીના અધૂરા આવાસની બાજુમા કાચું ઘર પડી ગયું છે. - Divya Bhaskar
શંકરવાવ આવાસના લાભાર્થીના અધૂરા આવાસની બાજુમા કાચું ઘર પડી ગયું છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના શંકરવાવ ગામે પ્રધાનમંત્રી આવાસનો લાભ બીજલ શિવભાઈ ભીલને સરકાર દ્વારા અપાયો છે. પરંતુ આવાસના લાભાર્થીને સરપંચે પટાવી પહેલો હપ્તો 30 હજારનો પોતે ઉપાડ્યો હોઇ તને આવાસ બાંધી આપીશ કરી લીધા હતા. ત્યારબાદ આવાસના રૂપિયા સરપંચ આપતો ન હોય તેવો આક્ષેપ આવાસ લાભાર્થીના પુત્રે કર્યો છે. જેને લઈ આવાસના લાભાર્થીએ પોતે તેના પુત્ર સાથે ખર્ચ કરી આવાસને લિંટલ લેવલ સુધી બનાવી હતી. ત્યારબાદ આવાસનો લાભાર્થી અવાર નવાર સાકળ(ત) ગ્રામ પંચાયતના ધક્કા ખાઈ અને નસવાડી તાલુકા પંચાયતના ધક્કા ખાઈને આખરે હિંમત હારી ગયો હતો. તે 26 જુલાઈ 2019માં મૃત્યુ પામ્યો હતો. જેને લઈ આવાસના લાભાર્થીમાં તેની પત્નીનું નામ દાખલ કરાવવા તમામ ડોક્યુમેન્ટ તાલુકા પંચાયતમાં તેમના પુત્રે આપ્યા હતા.

પત્ની આવાસના લાભાર્થી તેના પતિના મૃત્યુ બાદ પણ હવે હપ્તાની આશ રાખી બેઠી છે.
પત્ની આવાસના લાભાર્થી તેના પતિના મૃત્યુ બાદ પણ હવે હપ્તાની આશ રાખી બેઠી છે.

છેલ્લા બે વર્ષથી પુત્ર બાબુભાઇ ભીલ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં આવાસનો હપ્તો લેવા ધક્કા ખાઈ રહ્યો છે. જ્યારે તેની માતા પણ હવે મરણ પથારીએ બીમાર અવસ્થામાં છે. તેવામાં આવાસની બાજુમાં આવેલ કાચું મકાન પણ વરસાદમા પડી ગયું છે. ત્યારે ગરીબ આદિવાસીને સરકારે પ્રધાનમંત્રી આવાસનો લાભ આપ્યો હતો. તેનો હપ્તો લેવા ધક્કા ખાઈને આખરે આવાસનો લાભાર્થી મૃત્યુ પામ્યો છે.

2 વર્ષમાં આવાસનો હપ્તો ન મળ્યો હોઇ સરકારી તંત્રની આવાસ સર્વે કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે અન્ય એક આવાસનો લાભાર્થી વિરમ ચિમન ભીલનો પણ પહેલો હપ્તો આપ્યા બાદ હજુ બીજા હપ્તાની રકમ મળી નથી. તેના પણ આવાસ પર પતરા લાગી ગયા છે. અનેક લાભાર્થીના આવાસ બન્યા છતાંય ધ્યાન અપાયું નથી. જ્યારે આવાસના લાભાર્થી મરણ પામેલ છે. જેને લઈ આ પક્રિયા મોડી થઈ છે. તેમ જાણવા મળ્યું છે. હવે ખાતામાં આવાસની રકમ આવશે તેમ જાણવા મળ્યું છે. ત્યારે ગ્રામ પંચાયત તલાટી, સરપંચ લાભાર્થીના પેમેન્ટ બાબતે ધ્યાન આપતા નથી. તેમ ગામે ગામથી વાત બહાર આવી છે. હવે પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીની પત્નીને લાભ ક્યારે મળશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...