તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ગરીબ કલ્યાણ મેળાની કિટ લાભાર્થીઓને હવે મળી, નસવાડીમાં કોરોનાને લીધે 1 વર્ષથી કિટ અપાઈ ન હતી

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડીમાં યોજાયેલા સુશાસન દિન નિમિત્તે યોજાયેલા કાર્યકમમા ગરીબ કલ્યાણ મેળાની કિટોનું વિતરણ કરાયું હતું. - Divya Bhaskar
નસવાડીમાં યોજાયેલા સુશાસન દિન નિમિત્તે યોજાયેલા કાર્યકમમા ગરીબ કલ્યાણ મેળાની કિટોનું વિતરણ કરાયું હતું.
 • સુશાસન દિનના કાર્યક્રમમાં કિટનું વિતરણ કરાયું

સરકારલક્ષી લાભ આદિવાસી વિસ્તારના આદિવાસીઓને મળે માટે કરોડો રૂપિયાના ખર્ચ કરે છે. પરંતુ તેમના જ સરકારી વિભાગ સમયસર લાભ જેતે લાભાર્થીને આપતા નથી અને કોઈ મોટો સરકારલક્ષી કાર્યકમ હોય ત્યારે તે આદિવાસીનો લાભ મોટા સ્ટેજ પર નેતાઓ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મળતો હોય છે. તેવો લાભ ગરીબ ક્લાયણ મેળાની કિટો આમ તો જેતે ગરીબ કલ્યાણ મેળામાં મળતો હોય છે. જે લાભ સન 2019/20નો નસવાડીમાં યોજાયેલા સુશાસન દિવસની ઉજવણીમાં અપાયો હતો. ગરીબ કલ્યાણ મેળાની કીટો મોટી માત્રમાં જાહેર સ્ટેજ પર અપાઈ હતી. ત્યારબાદ લાભાર્થીને મળેલ લાભને લઈ તેઓ ખુશ થયા છે.

જ્યારે કેટલાય લાભાર્થીઓ જણાવ્યું હતું કે આ કિટ લેવા કેટલાય આટા માર્યા હતા પરંતુ વ્યવસ્થિત જવાબ મળતો ન હતો. પરંતુ જ્યારે મોટો સરકારી કાર્યકમ હોય ત્યારે આવા બાકી રહેલા લાભ આદિવાસી લાભાર્થીઓને મળે છે. ત્યારે સરકારલક્ષી આવા કાર્યકમો યોજાય તેવી પણ માગ આદિવાસી લાભાર્થી કરી છે. જ્યારે આ કિટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી દ્વારા અપાઈ હતી. તેઓના જણાવ્યા મુજબ કીટ મોડી આવી હતી અને કોરોના વાઈરસને લઈ આ 2019/20ની કીટ અપાઈ છે. ત્યારે જે ગરીબ કલ્યાણ મેળાની કિટો ગરીબ કલ્યાણ મેળા સિવાય સુશાસન દિવસની ઉજવણીને લઈ અપાઈ હોય અનેક ચર્ચાઓ જાહેર સરકારી કાર્યકમમાં ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો